વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા જ સ્વચ્છતાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. શહેરમાં ગંદકી કરનાર કે સ્વચ્છતાના અને કોવિદ-૧૯ ના નિયમોનું ઉલ્લંઘન કરનાર પાસેથી તગડો દંડ વસુલતી પાલિકા દ્વારા જ કોવિદ-૧૯ની મહામારીમાં સ્લોટર હાઉસ ખાતે અને આજુબાજુના વિસ્તારોમાં હવા પ્રદુષણ કરીને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા હતા.જે બાબતે સયાજીપુરાના જર્સેશ કેરથી ગાયની આરટીઆઇઓ રંગ લાવી છે. જેના આધારે જીપીસીબી દ્વારા તેઓને સાથે રાખીને કરાયેલ તપાસમાં પાલિકાનું ભોપાળું છતું થવા પામ્યું છે. જેમાં આ પાલિકા હસ્તકના સ્લોટર હાઉસમાં અનેક વખત વિવાદો થવા છતાં જાહેરમાં પશુઓના મૃતદેહો ક્રશ કરતા આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાતી હતી.જે બાબતે જીપીસીબી દ્વારા પાલિકાને તાજેતરમાં નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જેમાં એવી ટકોર કરવામાં આવી હતી કે, પાલિકાના સ્લોટર હાઉસ વિરુદ્ધમાં જાગૃત નાગરિકની ફરિયાદ મળી હતી. જેમાં મૃત પશુઓના મૃતદેહ સડવાને કારણે દુર્ગંધ ફેલાતી હોવાની ફરિયાદ મળેલ છે.જેથી પશુઓના મૃતદેહ ક્રશ કરવાથી દુર્ગંધ ઉત્પન્ન થાય છે. તે દૂર કરવાને માટે તાકીદે કાર્યક્ષમ પગલાં લેવાની ટકોર જીપીસીબીએ પાલિકાને કરી હતી. આ ઉપરાંત આ સ્લોટર હાઉસનો ક્રશર પ્લાંન્ટ ચલાવવાને માટે જરૂરી મંજૂરી મેળવવાને માટે પણ ટકોર કરી છે. આ બાબતે જીપીસીબી દ્વારા ધ ફોર લેગ ચેરીટેબલ ટ્રસ્ટના જરસેશ ગાય અને ખ્યાતિ પંચાલને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કાર્ય પછીથી પાલિકાને પાઠવેલી નોટિસમાં આવી ગંભીર ટકોર કરી હતી. જાેકે જીપીસીબી દ્વારા કેટલીક બાબતોમાં પાલિકાની ખોટી તરફદારી પણ કાર્યનું પ્રકાશમાં આવ્યું છે. જેમાં તેઓએ રિપોર્ટમાં એમ જણાવ્યું હતું કે, એકમમાં એકપણ પશુઓના મૃતદેહો જાેવા મળેલ નથી. પરંતુ વાસ્તવિકતા એ હતી કે ત્યાં ઘણા બધા મૃતદેહો પડ્યા હતા. જેમાં સડેલા મૃતદેહોનો પણ સમાવેશ થતો હતો. જેની દુર્ગંધ દૂર દૂર સુધી પ્રસરતી હતી. જીપીસીબી દ્વારા ફરિયાદીને સાથે રાખીને કરવામાં આવેલ કાર્યવાહીમાં પણ અડધી વાતો છુપાવતા તેઓનું કૌભાંડ પણ પાલિકાની સાથોસાથ પ્રકાશમાં આવવા પામ્યું છે. જેઓ સરકારનું જુઠ્ઠાણું છુપાવીને શું સાબિત કરવા માગતા હતા .એ બાબતે શાખાઓ અને પ્રશ્નો ઉભા થવા પામ્યા છે. તેઓની જરશેશ ગે સાથેની ગાજરાવાડી સ્લોટર હાઉસ ખાતેની મુલાકાતમાં કેટલીક ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી હતી. જેમાં આ સ્લોટર હાઉસ મેન્ટેનન્સના અભાવે બિન કાર્યરત એટલેકે બંધ હાલતમાં હતો. આ પ્લાન્ટ ચલાવનારે એવો ગપગોળો હાંક્યો હતો કે પ્લાન્ટમાં રોજ વિવિધ પ્રકારના ત્રણથી ચાર મૃત પશુઓને ક્રશ કરવાને માટે એકપણ પશુઓના મૃતદેહ જાેવા મળ્યા નહોતા. પરંતુ ઓપન ટાકીની બહારની બાજુએ મૃત પશુઓના હાડકા જાેવા મળ્યા હતા. જેને લઈને ચોતરફ અસહ્ય દુર્ગંધ ફેલાતી હતી. આમ પાલિકા સામે જીપીસીબીએ પગલાં લીધા છતાં નારોવા કુંજાેંવ જેવી નોટિસ ફટકારતા પાલિકાએ હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ લાવવાને માટે પ્રયાસ ન કરતા સ્થિતિ યથાવત છે. એમ સ્થાનિકો જણાવી રહ્યા છે. 

જીપીસીબીએ જમણો હાથ મોં ભણી સાબિત કરી બતાવ્યું

પાલિકાના સ્લોટર હાઉસની બેદરકારી જીપીસીબીના અધિકારીઓના નિરીક્ષણ દરમ્યાન છતી થવા પામી હતી. એના ફોટો અને વિડિઓ પણ લેવાયા હતા. તેમ છતાં પાલિકાની તરફદારી મુલાકાત અહેવાલમાં કરાઈ છે. જેમાં પાલિકાને કડક ઠપકો આપીને દંડ કરવાને બદલે હળવી ટકોર કરીને બક્ષી દીધી છે.

સ્લોટર હાઉસની દુર્ગંધની ફરિયાદ કરનાર સામે તૈયાર કરાયેલ રિપોર્ટમાં ચેડાં કરાયાં

પાલિકાના સ્લોટર હાઉસને લઈને ફેલાતી દુર્ગંધ બાબતે જરશેસ ગાય દ્વારા જીપીસીબીને ફરિયાદ કરાઈ હતી.જેના સ્થળ નિરીક્ષણ કરીને તૈયાર કરાયેલ રિપોર્ટ કરતા જુદી જ હકીકત દર્શાવાઈ હતી રિપોર્ટમાં સ્લોટર હાઉસમાં એકપણ પશુઓના મૃતદેહ મળ્યા નથી એમ જણાવ્યું હતું.. પરંતુ ઘણાબધા મૃતદેહો પડ્યા હતા.