ગોધરા

કોરોનાકાળમાં આવશ્યક દવાઓનું બ્લેક માર્કેટીંગ અને સંગ્રહખોરી અટકાવવા ગોધરા એસ.ઓ.જી પોલીસ સહીત જીલ્લા પોલીસવડા અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને સાથે રાખી મેડીકલ સ્ટોર્સ પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા ૧૦ પૈકીના ૩ સ્ટોર્સ પર ક્ષતિ જણાઈ આવતા ત્રણ સ્ટોર્સ સંચાલકો ને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવતા મેડીકલ સ્ટોર્સ સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.કોરોના મહામારી માં કોવિડ ની સારવારમાં ઉપયોગી ફેવીપીરાવીર તથા અન્ય આવશ્યક દવાઓનું બ્લેક માર્કેટીંગ અને સંગ્રહખોરી ન થાય તે માટે અને જરૂરીયાતમંદ લોકોને સરળતાથી વ્યાજબીભાવે દવાઓ મળી રહે જેને લઈ પંચમહાલ જીલ્લા પોલીસવડા સહીત એસ.ઓ.જી પોલીસ ની ટીમોઅને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને સાથે રાખી ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા દસ જેટલા મેડીકલ સ્ટોર્સ પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા મેડીકલ સ્ટોર્સ સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો ચેકીંગ દરમ્યાન દવાના બીલો સ્ટોક લાયસન્સ વગેરે નું ચેકીંગ કરવામાં આવતાત્રણ મેડીકલ સ્ટોર્સમાં ક્ષતિ જણાઈ આવતા મેડીકલસ્ટોર્સ સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી.