દિલ્હી-

કુખ્યાત ગેંગસ્ટર કાલા જઠેડીની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગેંગસ્ટર કાલા જઠેડી પર 7 લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે કુખ્યાત ગેંગસ્ટર વિરુદ્ધ દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ઘણા કેસ નોંધાયેલા છે. તે જ સમયે, જઠેડીની ગેંગમાં 200 થી વધુ શૂટર્સ પણ જોડાયેલા છે. કાલા જઠેડી તાજેતરમાં ઓલિમ્પિક વિજેતા અને હવે હત્યાના આરોપી રેસલર સુશીલ કુમાર સાથેના કનેક્શનને કારણે ચર્ચામાં આવ્યો હતો. દેશના 5 રાજ્યોની પોલીસ દ્વારા ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જાઠેડીની શોધખોળ ચાલી રહી હતી. તેના પર લાખો રુપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2020માં ગુડગાંવ પોલીસ વાન પર હુમલો કર્યા બાદ સંદીપ ઉર્ફે કાલા જઠેડી છેલ્લા ઘણા મહિનાઓથી સહારનપુરમાં છુપાયો હતો. ત્યારે શુક્રવારે બપોરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આરોપી કાલાની સહારનપુરથી ધરપકડ કરી હતી.