સુરત

આજકાલ સમગ્ર દેશમાં સોશ્યિલ મિડીયા પ્લેટફોર્મ ટ્વીટરે મોરચો માંડ્યો છે.ક્યાંક સરકાર દ્વારા અકાઉન્ટ ડિલીટ કરવામાં આવે છે તો ક્યાંક ટ્વીટર પોતે એક્શન લે છે.હાલમાં જ પંજાબી સિંગરનું ટ્ટીટર એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યુ ત્યાંરે આવું જ કંઇક સુરતમાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર સાથે જોવા મળ્યું.

આજે સુરતમાં આમ આદમી પાર્ટીના સક્રિય મહિલા કોર્પોરેટરનું ટ્વિટર એકાઉન્ટ ડીલીટ કરવામાં આવ્યુ છે.આમ આદમી પાર્ટીના સક્રિય મહિલા કોર્પોરેટર પાયલ પટેલનું એકાઉન્ટ ડીલીટ થતા તમે ભાજપના આઇટી સેલ પર આક્ષેપ લગાવ્યા છે.ઉલ્લેખનીય છે કે હાલમાં ખાડી અભિયાનને લઇને પાયલ પટેલે સત્તા પક્ષ વિરૂદ્ધ અનેક ટ્વીટ કર્યા હતા.જેથી એના એકાઉન્ટનો રિપોર્ટ કરાયા હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે.


હંમેશા સોશિયલ મીડિયામાં રહેતા હતા સક્રિય પાયલ પટેલે આ અંગે જણાવ્યું હતુ કે ભાજપ મને સવાલ કરતા રોકી નહીં શકે, હું સોશિયલ મીડિયાના અન્ય માધ્યમથી સત્ય ઉજાગર કરીશ.  ટ્વિટર ઉપર મારૂં એકાઉન્ટ હતું તેને ડિલિટ કરી દેવામાં આવ્યું છે. એકાઉન્ટ ડિલિટ થયા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે, ખાડી અભિયાનને લઈને સત્તાપક્ષની સામે ઘણા ટ્વિટ કર્યા છે. તેમાં ઘણા બધા ભાજપના સક્રિય સોશિયલ મીડિયા ઉપરના કાર્યકર્તાઓ દ્વારા મારી પોસ્ટ પર રિપોર્ટ કર્યા હોય તેવું બની શકે અને તેના કારણે મારું એકાઉન્ટ ડિલિટ થયું છે. પરંતુ આ પ્રકારની ઘટના એ સત્ય બહાર લાવવા માટે મને રોકી શકે નહીં. હું સોશિયલ મીડિયાના અન્ય માધ્યમથી પણ મારાથી લોકો સામે જેટલું પણ સત્યને ઉજાગર કરવાનું હશે તે કરીને જ રહીશ.