હવે સાધુ સંતો મહંતો કે મંદિરો પણ અસલામતી ભોગવી રહ્યા છે, અહીંયા સાધ્વીજી ગૂમ થતાં પોલીસ ફરિયાદ
11, જુન 2021

અરવલ્લી-

અરવલ્લી જિલ્લાના સુનોખ ખાતે વિહાર કરવા વિક્રેતા સાધ્વીજી સાથે બનવા પામ્યો છે. લઘુશંકા માટે ગયેલા સાધ્વી એકાએક ગુમ થતાં લાંબા સમય સુધી રાહ જોયા બાદ જૈન સમાજના હિંમતનગર ના એક શિષ્ય દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.જૈન સાધુ મહારાજનો અને તપસ્વી સાધ્વીજી ઓ દ્ગારા જનકલ્યાણ અર્થે પદયાત્રા કરી બોધ કે ઉપદેશ આપવાનું અને પવિત્ર જીવન જીવવાનું કામ કરે છે. પરંતુ ચોમાસા દરમિયાન નાના મોટા શહેરોમાં જૈનાલયો કે સાધના મંદિરોમાં વિહાર કરી તપસ્યા અને ઉપદેશ આપવાનું પવિત્ર કામ કરે છે. અવાજ એક તપસ્વી સાધ્વીજી મહારાજ ઉંમર આડત્રીસ વરસ સુનોખ ખાતે મુકામ કરી સવારના ચાર વાગ્યે કુદરતી હાજતે ગયા બાદ પરત નહીં આવતા શોધખોળ કરવા છતાંય કોઈ પત્તો નહી લાગતા તેમનુ શું થયું હશે એમ જૈન સમાજ અને ગ્રામજનો વિચારતા હતા અને ત્યારબાદ આ અંગેની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..જોકે વરસ દરમિયાન ગુજરાત અને ભારત ભરમાં અનેક સાધુ મહંતો સાધ્વીઓ સામે અનેક પરેશાની ઓ તેમજ ખૂની ખેલ પણ ખેલાયા છે ત્યારે આ તપસ્વી સાધ્વીજી ના ગુમ થયા અંગે લોકો તરહ તરહ ની વાતો કરી કાયદો વ્યવસ્થા કરી રહ્યા ની આને અસલામત ગુજરાત નો અહેસાસ કરી રહ્યા છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution