પણજી-

દેશમાં એક પછી એક રાજયોમાં કોરોના સંક્રમણની બીજી લહેર કહેર વરસાવી રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્ત્‌|ર પ્રદેશ, દિલ્હી જેવા રાજયો બાદ હવે ગોવાએ ચિંતા વધારી છે. ગોવામાં કોરોના સંક્રમણ ચિંતાજનક બની ગયું છે. ગુરુવારે રાજયમાં પોઝિટિવ કેસોનો દર ૫૦ ટકાએ પહોંચી ગયો છે, એટલે કે ટેસ્ટ કરાવતી દર બીજી વ્યકિત કોરોના પોઝિટિવ નીકળી રહી છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩ હજાર કેસ નોંધાયા છે, તે સાથે એકિટવ કેસોની સંખ્યા ૨૦ હજારને પાર થઈ ગઈ છે. જયારે ૩૬ દર્દીઓના મોત થયા છે. દક્ષિણ ગોવા જિલ્લા હોસ્પિટલના એક ડોકટરે જણાવ્યું કે, દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. હોસ્પિટલમાં નવા વોર્ડ ઉમેરાયા છે, પરંતુ દર્દીઓ એટલી બધી સંખ્યામાં આવી રહ્યા છે કે, તેમને જમીન પર ચટ્ટાઈ પર સૂવાડવા પડી રહ્યા છે.
ગોવામાં ગુરુવારે કોરોનાથી મૃત્યુ પામેલા ૩૬માંથી૧૩ દર્દીઓ ૬૦ વર્ષથી ઓછી ઉંમરના હતા. જેમાં એક છોકરીની ઉંમરનો ૧૯ વર્ષ જ હતી. તેનામાં અઠવાડિયા પહેલા લક્ષણો જાેવા મળ્યા હતા, પરંતુ તેણે ગયા બુધવારે જ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.

છેલ્લા ચાર દિવસમાં રાજયમાં ૧૦૦થી વધુ કોરોના દર્દીઓના મોત થયા છે. પરિણામે રાજયનો રિકવરી રેટ ૭૫ ટકથી ઓછો થઈ ગયો છે. ગોવામાં ગુરુવારે ૨૪૦ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હતા, જયારે ૨૦૩૦ દર્દીઓ હોમ આઈસોલેશનમાં હતા.મૃત્યુઆંક વધવા અંગે કોરોના વોર્ડમાં કામ કરતા એક ડોકટરે જણાવ્યુ કે, સંક્રમણ બેવડાઈ રહ્યું છે અને દર્દીઓ મોડા સામે આવી રહ્યા છે, સાથે જ ઘણી કોમોર્બોલિટીઝ પણ હોય છે. અન્ય એક ડોકટરે જણાવ્યુ કે, સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ લાગુ કરવાની જરૂરી છે, જેના કારણે ખાનગી, આર્મી અને નેવી ડોકટરોને કામ પર લગાવી શકાશે અને સરકારને ઓકિસજનથી લઈને સ્ટાફ બધા પર કન્ટ્રોલ મળશે.એક વ્યકિતએ જણાવ્યું કે, 'આપણે એવી ક્રાઈસીસમાં છીએ કે લોકો ઘરમાં દમ તોડી રહ્યા છે અને આપણે યુદ્ઘ કરતા હોઈએ તેમ સારવાર કરવાની જરૂર છે.' તેમણે કહ્યું કે, ચોવીસ કલાક ટેસ્ટિંગ કરવાની જરૂર છે, જેથી મોડું ન થયા અને લાંબી લાઈનો ન થાય.એક સીનિયર હેલ્થ અધિકારીએ કહ્યું કે, સરકારે આરટી-પીસીઆર ટેસ્ટને બદલે કોરોનાના લક્ષણો ધરાવતા લોકોના ઝડપથી એન્ટિજન ટેસ્ટ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, આપણી ટેસ્ટિંગ સ્ટ્રેટેજી બદલવાની જરૂર છે. તેમના કહેવા મુજબ, તેનાથી આરટી-પીસીઆર ટેસ્ટિંગ પરનો લોડ ઓછો થશે.