વડોદરા-

વડોદરાના ધારાસભ્ય જીતભાઈ સુખડીયાએ મહામારીના કાળમાં કોરોનાની ચેઈન તોડવા માટે હવે લોકડાઉન લાગુ કરવાની માગ કરી છે. વડોદરાના સયાજીગંજના ભાજપના ધારાસભ્યએ શહેરમાં વધી રહેલા કેસને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે લોકડાઉન કરવા માગ કરી છે. જીતભાઈ સુખડીયાએ લોકડાઉન એ જ આખરી વિકલ્પ હોવાનો ગણાવ્યો છે.

જીતુભાઈ સુખડીયાએ જણાવ્યું હતું કે, લોકડાઉનને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરીશ. તા.૩ મે પછી લોકડાઉન લાગુ કરવા વાત કહી છે. આ પહેલા કેતન ઈનામદાર, શૈલેષ મહેતા, અક્ષય પટેલ પણ લોકડાઉન લાગુ કરવા માટે માગ કરી ચૂક્યા છે. રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે ભાજપના ધારાસભ્યો રાજ્યમાં લોકડાઉન કરવા માગ કરી રહ્યા છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે, તા.૩ મે પછી લોકડાઉન આવી શકે છે. જાે આ સંક્રમણ અટકાવવું હોય તો લોકડાઉન આવશ્યક છે.

ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી લોકડાઉન કરવું જાેઈએ. શુક્રવારની સ્થિતિ પ્રમાણે વડોદરામાં હાલ ૭૨૯૬ એક્ટિવ કેસ છે જે પૈકી ૫૧૧ દર્દી ઓક્સિજન અને ૩૨૯ દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે. વડોદરા શહેરના છાણી, નવાપુરા, સુભાનપુરા, સુનફાર્મા રોડ, કારેલીબાગ, જેલપુર, અટલાદરા, ગોરવા, નિઝામપુરા અક્ષર ચોક જેવા વિસ્તારમાંથી નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ડભોઈ, તરસાલી, વડસર, માણેજા, મકરપુરા, નાગરવાડા જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી નવા કેસ સામે આવ્યા છે.

વધી રહેલા કેસ સામે અનેક એવા લોકો બ્લડ પ્લાઝમાનું દાન કરી રહ્યા છે. કોરોના વાયરસના દર્દીઓની સારવારમાં ઉપયોગી પ્લાઝમાંની માગ વધી રહી છે. પરંતુ, એકસાથે ઘણા બધા લોકો કોવિડ પોઝિટિવ આવતા એમનું બ્લડ સીધું ઉપયોગમાં લઈ શકાતું નથી. આ ઉપરાંત ચોક્કસ સમય બાદ જ ડોનેટ કરી શકાતું હોવાથી હેલ્ધી બ્લડ પ્લાઝમાં શોધવું કઠિન થયું છે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન અંગે જીતુભાઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત પણ કરશે. જાેકે, પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાને પણ લોકડાઉન લાગુ કરી દીધું છે. પરંતુ, ગુજરાતમાં લોકડાઉનને લઈને સરકારે હજુ સુધી કોઈ મોટી જાહેરાત કરી નથી. રાજ્યના વધુ નવ શહેરમાં નાઈટ કફ્ર્યૂ લાગુ કરવામાં આવ્યો છે. તંત્રએ જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાન સિવાય અન્ય દુકાન બંધ રાખવા આદેશ કર્યા છે. વડોદરા શહેરમાં પણ આની અસર જાેવા મળી રહી છે.