ઇસ્લામાબાદ-

પાકિસ્તાનમાં વધતા કોરોના સંક્રમણ અને વિકટ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, સરકાર ગંભીર બની છે. દેશના 16 શહેરોમાં સૈન્ય તૈનાત કરવામાં આવ્યુ છે. પાકીસ્તાન માં એક દિવસ રેકોર્ડ બસો થી વધુ લોકોના મૃત્યુ પછી, વડાપ્રધાન ઇમરાન ખાને લોક ડાઉનના સંકેત આપ્યા છે. પડોશી દેશ ભારતની સાથે નેપાળમાં પણ આ રોગચાળો ફાટી નીકળ્યો છે.

પાકિસ્તાનમાં રસી ન હોવાને કારણે, ખાનગી રસીકરણ કેન્દ્રો બંધ કરાયા છે. પાકિસ્તાન ના વડાપ્રધાન ઇમરાન ખાને હાલમાં દેશમાં ખાદ્ય સામગ્રી ના વિતરણ પ્રણાલીને સુદૃઢ બનાવવા માટે ના દેશમાં આદેશ આપ્યા છે. એક દિવસમાં નેપાળમાં સાડા ચાર હજારથી વધુ કેસ થયા છે. આ આંકડો દેશ માટે ચિંતાજનક છે. નેપાળમાં અત્યાર સુધી ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા, ત્રણ લાખને વટાવી ગઈ છે. નેપાળનુ માનવુ છે કે, ભારતમાં વધતા જતા કેસોની પણ અસર પડી રહી છે. ભારતના સરહદી વિસ્તારોમાંથી આવન જાવન થતાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.