આજકાલ અખંડ ભારતને જાેડવાની ફેશન ચાલે છે  રાજનાથ સિંહ
18, એપ્રીલ 2023

ગીર સોમનાથ, ભારત સરકાર દ્વારા વિસ્થાપિત થયેલા તમિલ સૌરાષ્ટ્ર વાસીયો ફરી સૌરાષ્ટ્રમાં આવે અને ગુજરાતીઓ સાથે લાગણીઓ, સંસ્કૃતિ, રિવાજાેનું આદન પ્રદાન થાય તેમજ ભારતના દરેક નાગરિકો એકબીજા સાથે જાેડાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથ ખાતે દસ દિવસીય સૌરાષ્ટ્ર તામિલ સંગલ કાર્યકમનું આયોજન કર્યું છે. જેમાં કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રાહુલ ગાંધી પર આડકતરા પ્રહાર કરતા કહ્યું હતું કે, અખંડ ભારતને જાેડવાની આજકાલ ફેશન ચાલે છે, જે લોકોથી કઈ થઈ શકતું નથી તે ભારત જાેડવા નીકળી પડ્યા છે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, તેલંગાણા તેમજ પુડુચેરીના ગવર્નર તમિલીસાઈ સોંદરરાજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવો સૌરાષ્ટ્રમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શિવના ચરણોમાં શીશ ઝુકાવી પ્રજાના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તમિલ સંગમ કાર્યક્રમમાં તમિલો અને ગુજરાતીઓ સાથે વાતચીત કર્યા બાદ લોકો મન મૂકીને નાચ્યા હતા. તો તમિલ લોકો શાસ્ત્રીય નૂત્ય સાથે તાલ મીલાવતા હતા અને ગૂજરાતીઓ મન મોર બની થનગાટ કરે, ગીત પર ઝુમી ઊઠ્‌યા હતા. રાજનાથ સિંહે જાહેર જનતાને સંબોધતા કહ્યું હતું કે, તમારી ઉપસ્થિતિ જ બતાવે છે આપણી સાંસ્કૃતિક જડો અટલી ઊંડી અને મજબૂત છે. કે, મોટામાં મોટી આંધી પણ તેને હલાવી પણ શકશે નહીં. પરંતુ આવા અખંડ, અતૂટ અને બેજાેડ ભારતને પણ જાેડવાની આજકાલ એક ફેસન ચાલી પડી છે. જે લોકો કંઈ કરી નથી શકતા તે ભારત જાેડવા નીકળી પડ્યા છે. પણ ભારત કહી રહ્યું છે કે, હું અખંડ છું,

હું ક્યારેય તૂટ્યો જ નથી. ત્યારે આ લોકો કહે છે ના અમે તને જાેડીને જ રહીશુ અને આવી વાતો આજકાલથી નહીં લાંબા સમયથી થઈ રહી છે. તેવો આડકતરો કટાક્ષ કરતાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી. ભૂપેન્દ્ર પટેલે જન સંબોધતા કહ્યું કે, આજે આ ઉત્સવ દ્વારા રાષ્ટ્રીય ભવનાનો પાયો નાખવાનો છે. જયારે સૌરાષ્ટ્ર તમિલ સાહિત્યને લઈ મુખ્યમંત્રી એ કહ્યું, મને કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રના કેટલાક લોકોએ આ અંગેનું સાહિત્ય સાચવ્યું છે. તે અમને આપજાે અમે તેના પર પુસ્તક બનાવી પ્રકાશિત કરીશું. તેમજ ઉચિત સન્માન પણ કરીશું. તામિલનાડુમાં રાજ્યના પ્રવાસન અને ઉદ્યોગ વિભાગ દ્વારા પણ વિશેષ કાર્યક્રમો યોજાશે. દેશમાં જ્યારે મોગ્લોનું સામ્રાજ્ય હતું. તે સમયે સૌરાષ્ટ્રમાંથી હજારો લોકો પલાયન કરી દક્ષિણ ભારતમાં વસ્યા હતા. જેના કારણે આજે ભારત સરકાર દ્વારા વિસ્થાપિત થયેલા આ તમિલ સૌરાષ્ટ્ર વાસીયો ફરી સૌરાષ્ટ્રમાં આવે અને ગુજરાતીઓ સાથે લાગણીઓ, સંસ્કૃતિ, રિવાજાેનું આદન પ્રદાન થાય તેમજ ભારતના દરેક નાગરિકો એકબીજા સાથે જાેડાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથ ખાતે દસ દિવસીય સૌરાષ્ટ્ર તામિલ સંગલ કાર્યકમનું આયોજન કર્યું છે. જેમાં ટ્રેન મારફતે ૩૦૦થી વધુ તમિલ સોરાષ્ટ્રિયન લોકો અહીંના મહેમાન બન્યા છે અને ગુજરાતીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.

ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક સાંસ્કૃતિક સંબંધોને ભવ્ય રીતે ઉજાગર અને વધુ મજબૂત કરવા સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં યોજાઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ઉદ્‌ઘાટન સમારોહમાં સહભાગી થવા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવો સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા. આ નિમિત્તે ઉદ્‌ઘાટન અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, તેલંગાણા તેમજ પૂડુચેરીના ગવર્નર તમિલીસાઈ સોંદરરાજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિરમાં આ દર્શન મુલાકાત પ્રસંગે નવસારી સાંસદ સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, જિલ્લા કલેકટર, સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, ટ્રસ્ટી પી.કે.લહેરી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આગામી ૨૬ એપ્રિલે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યકમમાં ભાગ લેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution