અમદાવાદ

૧૨ મે એટલે વિશ્વભરમાં આંતર રાષ્ટ્રીય નર્સિંગ ડેની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલની નર્સોએ બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેમાં તેણે માંગણી નહીં સંતોષાય તો હળતાળની ચિમકી પણ આપી હતી. જેમાં ગેડ પે રૂ.૪૨૦૦ અને ખાસ ભથ્થાઓ રૂ.૯૬૦૦ પ્રતિ માસ ચૂકવવા સહિતની માંગણીઓ કરી છે.નર્સિંગ ડેના દિવસે જ રાજ્યની નર્સો પોતાની માંગ સાથે કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે.  અગાઉની પોતાની પડતર ૧૫ જેટલી માગણીઓને લઈને કોઈપણ સમાધાન નહીં આવતાં ફરી નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આગામી ૧૭ મે સુધી આ આ પ્રકારે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવનાર છે જાે ૧૭મી સુધી કોઈ માગણી નહીં સંતોષાય તો નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નર્સો દ્વારા લખયેલા પત્ર પ્રમાણે, તેઓ સતત કોરોનાનાં સમયમાં દિવસ રાત નોકરી કરે છે. તેઓ અનેક વખત સંક્રમિત થયા છે. તેના લીધે કેટલીક નર્સે પણ પોતાનો જીવ ગુમાવી દીધા છે. ત્યારે તેમની સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. જેને તાત્કાલિક ન્યાય મળે અને તેમની માંગ સંતોષવામાં આવે.બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં સવારે નર્સો બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવા ઉમટી પડી હતી. તેમની માંગણીઓ હતી કે,  સમાન ગેડ પે એટલે રૂ.૪૨૦૦ અને ખાસ ભથ્થાઓ રૂ.૯૬૦૦ પ્રતિ માસ ચૂકવાય. સાથે જ આઉટ સોર્સિંગથી ભરતી બંધ કરીને રૂ.૩૫૦૦૦ માસિક પગાર ચૂકવાય. નર્સિંગ સ્ટુડન્ટ્‌સમાં ડીપ્લોમા દરમિયાન રૂ. ૧૫૦૦૦ પ્રતિ માસ સ્ટાઈપેન્ડ અપાય અને ડિગ્રી અભ્યાસમાં (બેઝિક મ્જીઝ્ર) ફાઈનલ વર્ષમાં ઈન્ટર્નશીપ દરમિયાન રૂ. ૧૮૦૦૦ પ્રતિ માસ ચૂકવાય. નર્સોને બે ઉચ્ચતર પગાર ધોરણને બદલે શિક્ષકોની જેમ ૧૦-૨૦-૩૦ વર્ષે ત્રણ ઉચ્ચતર પગાર અપાય. રાજ્યમાં નર્સીસની ખાલી પડેલી લગભગ ૪૦૦૦ જગ્યા તાત્કાલિક ધોરણે ભરીને હાલની અછત દૂર કરાય. નર્સોને છેલ્લા એક વર્ષથી આજદીન સુધી ન મળેલી રજાઓનું વળતર અપાય અથવા જમા કરવાનો હુકમ થાય. ફિક્સ પગારમાં ફરજાે બજાવતા નર્સીસને પણ આ તમામ ભથ્થા સમાન દરે ચૂકવવા જાેઇએ. જાે ઉપરોક્ત માંગણીઓ આગામી દિવસોમાં સરકાર દ્વારા નહીં પુરી કરવામાં આવે તો હળતાળની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.