દિલ્હી-

દેશના 70 વર્ષના ઈતિહાસમાં આ પહેલી વખત એક સાથે 9 જજોએ શપથ લીધા છે ત્યારે નવ ન્યાયાધીશોમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આટલો મોટા શપથ સમારોહમાં પ્રથમ વખત બન્યું છે કે કોવિડ ગાઈડલાઈનનું પણ ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ, જે સામાન્ય રીતે મુખ્ય ન્યાયાધીશના કોર્ટ રૂમમાં કરવામાં આવે છે તે આ વખતે અલગ હતો. નવા ન્યાયાધીશોનો શપથ ગ્રહણ કાર્યક્રમ સુપ્રીમ કોર્ટના નવા ભવનમાં બનેલા સભાગૃહમાં યોજાયો હતો. આ ઓડિટોરિયમમાં 900 લોકો માટે બેસવાની વ્યવસ્થા છે. આ સાથે, પ્રથમ વખત, ન્યાયાધીશોના શપથગ્રહણ કાર્યક્રમનું દૂરદર્શન પર લાઇવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટ આ અગાઉ પહેલા ક્યારેય નવ જજોએ એક સાથે શપથ લીધા નથી. આ જજોમાં ત્રણ મહિલા જજ પણ સામેલ છે. જે પહેલી વાર બનશે કે વડી અદાલતમાં ત્રણ મહિલા જજ શપથ લીધા હશે. આજે સુપ્રીમ કોર્ટના જજ બનેલા 9 લોકોમાંથી 8 લોકો હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેનારા નવ નવા ન્યાયાધીશમાં સામેલ છે- ન્યાયમૂર્તિ અભય શ્રીનિવાસ ઓકા, ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, ન્યાયમૂર્તિ જિતેન્દ્ર કુમાર માહેશ્વરી, ન્યાયમૂર્તિ હિમા કોહલી અને ન્યાયમૂર્તિ બીવી નાગરત્ના, ન્યાયમૂર્તિ સીટી રવિકુમાર, ન્યાયમૂર્તિ એમએમ સુંદરેશ, ન્યાયમૂર્તિ બેલા એમ ત્રિવેદી અને પીએમ નરસિમ્હા.વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ પી.એસ. નરસિંહ, છઠ્ઠા વકીલ છે જેમને બારમાંથી સીધી કોર્ટમાં નિમણૂક આપવામાં આવી છે. જસ્ટિસ કોહલી ઉપરાંત, વિવિધ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશો જેમને સુપ્રીમ કોર્ટમાં એલિવેટ કરવામાં આવ્યા છે તેમાં જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જીતેન્દ્ર કુમાર મહેશ્વરીનો સમાવેશ થાય છે.