ઓફલાઈન શાળાએ ચિંતા વધારી: રાજયના આ શહેરમાં ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત
04, ઓગ્સ્ટ 2021

સુરત-

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે એટલે કે સતત કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. એવામાં હવે સ્કૂલો પણ શરૂ કરવામાં આવી છે. ઓફલાઇન શિક્ષણ પણ હવે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં સુરતના લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત બન્યો છે. જે શાળા, સરકાર તેમજ વાલીઓ માટે એક ચિંતાજનક બાબત કહી શકાય. મહત્વનું છે કે, શાળામાં વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યાં હતાં. આ દરમિયાન ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને આઈસોલેટ કરવામાં આવ્યો છે અને તેના વર્ગખંડમાં અભ્યાસ કરતા 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યાં છે. શહેરની કોઈ પણ સ્કૂલમાં એક પણ કેસ નોંધાતા શાળા બંધ કરાશે તેવો મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution