ગીર સોમનાથ-

આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે. આજે ભગવાન શિવના મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળશે, ત્યારે સોમનાથમાં કોરોનાને કારણે નરમ માહોલ જોવા મળી રહ્યો છે. યાત્રીઓની કતારો ટૂંકી થઈ છે. લોકો ડરી રહ્યાં છે, છતાં ઘણા ખરા ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરવા મદિરે કતારો લગાવીને ઉભા છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ એ જાણે કે હવે જીવનનો ભાગ બની ગયા હોય તેવા દ્રશ્યો સોમનાથમાં દેખાઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસમાં ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના સમયમા ફેરફાર કરાયો છે. દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તેના માટે આ નિર્ણય લેવાયો છે. શનિવાર રવિવાર અને સોમવારના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં મંદિર સવારે 6. 30 ના બદલે 6 વાગ્યે ખોલવામાં આવળશે. તો સાંજે 7.30 ના બદલે 9.15 સુધી મંદિર ખુલ્લુ રખાશે. જેથી ભક્તો વધુ સમય લાભ લઈ શકે. પવિત્ર શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને શનિવાર, રવિવાર અને સોમવારના દિવસોમાં સવારે 6:00 થી 6:30 અને સાંજે 7:30 થી 09:15 સુધી વિશેષ દર્શનનો સમય રહેશે. સામાન્ય દિવસોમાં સવારે 7:30 થી 11:30 અને બપોરે 12:30 થી 6:30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે.