શ્રાવણના પ્રથમ સોમવારે 3500 ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે સોમનાથમાં કર્યા દર્શન 
27, જુલાઈ 2020

ગીર સોમનાથ-

શ્રાવણ મહિનાનાં પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા છે. આજે સવારમાં જ ૩૫૦૦ ભક્તોએ સોમનાથ દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે એક દિવસમાં ૪ હજાર ભક્તોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આમ આજે પ્રથમ સોમવારે ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે. 

જામનગરના પાર્થ ટ્રાવેલ્સ પરિવાર વતી દર વર્ષેની જેમા આ વર્ષે પણ સોમનાથ મહાદેવને જામનગરની શાન એવી પાખડી અર્પણ કરવા પહોંચ્યા હતા. આજે પ્રથમ સોમવારે ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે મહાદેવના દર્શન કર્યા હતાં. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં બેરીકેટ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ ૬-૬ ફૂટનાં અંતરે સર્કલ બનાવામાં આવ્યા છે જેના પર એક પછી એક ભક્ત ઉભા રહી વારાફરતી દર્શન કરી રહ્યા છે. પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાવિકો દર્શન કરી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution