શહેરમાં સતત બે દિવસ બપોરે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવા છતાં ખૈલયાઓ અને આયોજકો દ્વારા શેરી ગરબાના સ્થળે પાણી ઉલેચીને પણ ગરબાનો કાર્યક્રમ ચાલુ રાખતાં ખૈલયાઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. ગરબાનગરી તરીકે જાણીતા શહેરમાં શેરી ગરબાની મંજૂરી મળતાં ખૈલયાઓમાં અનેરો આનંદ જાેવા મળ્યો હતો. બાળકો, યુવાનો તેમજ વૃદ્ધો સહિતના લોકો પારંપારિક વસ્ત્રો ધારણ કરીને શેરી ગરબાની મજા લીધી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં તેમજ વિવિધ સ્થળોએ બે દિવસ સુધી સતત બપોરના સમયે વરસાદ ખાબકતાં મંડપો ભીના થવાની સાથે શેરી ગરબાના સ્થળે પાણી ભરાઈ જતાં આયોજકો દ્વારા પાણી ઉલેચીને તેમજ માટી અને કપચીઓ નાખીને ગરબાનું આયોજન યથાવત્‌ રાખ્યું હતું.