વડોદરા : વારંવાર વિવાદોમાં રહેતી ૫ારુલ યુનિવર્સિટીના સંચાલક દેવાંશુ પટેલ પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલ સમક્ષ શહેરના સેંકડો બુદ્ધિજીવીઓની હાજરીમાં જાહેરમાં ભોંઠા પડયા હતા અને હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગયા હતા. શિક્ષણને રીતસરનો વેપાર બનાવી દઈ કરોડો રૂપિયા કમાયા હોવા છતાં પાટીલ સમક્ષ ‘ફી’ વધારાની માગ કરતાં ‘ફી’ સિવાયના મુદ્‌ે સરકાર તમારી સાથે છે. પ્રજાની હાલની આર્થિક પરિસ્થિતિ જાેતાં ફી વધારો કરી શકાય નહીં એમ જણાવી નનૈયો ભણતાં દેવાંશુ પટેલની હાલત કફોડી થઈ હતી. 

શહેરના બે દિવસીય પ્રવાસે આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ માટે શહેરના બુદ્ધિજીવીઓ અને જુદા જુદા ક્ષેત્રના અગ્રણીઓ સાથે ખાનગી હોટેલમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હાજર જુદા જુદા ક્ષેત્રના અગ્રણીઓએ એમની સમસ્યા અને સમાધાન અંગે પાટીલ સમક્ષ રજૂઆત કરી હતી. આ દરમિયાન પારુલ યુનિવર્સિટીના દેવાંશુ પટેલ ઓનલાઈન શિક્ષણ સમયે ફી અંગેની વિગતો જણાવી સરકાર પાસે ‘ફી’ વધારવાની માગ કરી હતી, જેના જવાબમાં સી.આર.પાટીલે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, ફી સિવાયના મુદ્‌ે સરકાર તમારી સાથે છે.

કોરોનાકાળમાં અનેક મધ્યમવર્ગીય પરિવાર આર્થિક સંકડામણમાં મુકાયા છે. શરૂઆતના સમયમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી. પરંતુ સમય જતાં શૈક્ષણિક કાર્ય ન ખોરવાય તે માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક કાર્ય તો શરૂ થઈ ગયું, પરંતુ વાલીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે તેવા સમયે વડોદરાના શાળા સંચાલકો અને પેરેન્ટ્‌સ વચ્ચે ટકરાવની સ્થિતિ અનેક વખત સર્જાઈ હતી તેવા સમયે શહેરની ખાનગી યુનિ. પારુલ યુનિવર્સિટીના સંચાલક દેવાંશુ પાટેલે સી.આર.પાટીલ સમક્ષ ફી વધારવા અંગેનો મુદ્‌ો મૂકયો હતો, ત્યારે સી.આર.પાટીલે જાહેરમાં જ આ વાતનો સ્પષ્ટ જવાબ આપી દીધો હતો કે ફી સિવાયના મુદ્દે સરકાર તમારી સાથે છે.

રાજ્યમાં ટૂંક સમયમાં પાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ચૂંટણી પહેલાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તાજેતરમાં બે દિવસ માટે વડોદરાની મુલાકાત આવ્યા હતા. દરમિયાન તેમના શાનદાર સ્વાગતથી લઈને તેમની ભાજપાના અગ્રણીઓ સાથેની મુલાકાત શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પાટીલ માટે તેમની મુલાકાતના બીજા દિવસે વડોદરાની ખાનગી હોટેલમાં વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના નામાંકિત ચહેરાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ખાનગી હોટેલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ, ઉદ્યોગ, વેપાર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા. હાજર તમામ લોકોમાંથી જૂજ લોકોને સી.આર.પાટીલ સમક્ષ પોતાની વાત રજૂ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. શિક્ષણજગતમાંથી શહેર નજીક આવેલી ખાનગી યુનિ. પારુલ યુનિ.ના સંચાલક દેવાંશુ પટેલે તેમની વાત રજૂ કરી હતી. દેવાંશુ પટેલે કોરોનાકાળમાં શિક્ષણની સ્થિતિ અંગેની વાત મૂકી હતી, તેની સાથે તેમણે ફી વસૂલવા સંદર્ભે પડતી મુશ્કેલીઓ વર્ણવી હતી. જાે કે, પારુલ યુનિ.ના સંચાલક દેવાંશુ પટેલને પાટીલે સાફ વાત જણાવી હતી કે ફી સિવાયના મુદ્દે સરકાર તમારી સાથે... શિક્ષણ અને અન્ય ક્ષેત્રના લોકો સાથેના સંવાદમાં તેમના પ્રશ્નો ઉકેલવાની બાંહેધરી પાટીલે આપી હતી. આમ વડોદરાના અગ્રણીઓ સાથે પાટીલનો સંવાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.