અંકલેશ્વર-

અંકલેશ્વર નું ખોબા જેવડુ કરમાલી ગામ કોરોના મહામારીમાં એક આદર્શ ગામ તરીકે ની ખ્યાતિ મેળવી છે,એક તરફ જ્યાં કોવિડ થી બચવા માટે લોકોને જાગૃત કરવા એ લોઢાના ચણા ચાવવા બરાર છે,ત્યારે આ ગામ ના મહિલા સરપંચ ને ગ્રામજનો નો પુરેપુરો સાથ સહકાર મળતા ગામ માં એક પણ કોવિડ સંક્રમિત દર્દી નોંધાયો ન હતો. કોરોના મહામારી ની પ્રથમ લહેર માંથી માંડ માંડ બહાર આવીને જનજીવન ધબકતુ થયુ હતુ, ત્યાં આ જીવલેણ રોગ ફરીથી માથું ઉંચકીને તીવ્ર ગતિ થીપ્રસરવા લાગ્યો હતો, અને બીજી લહેરમાં અનેક પરિવારો એ પોતાના સ્વજનોને ગુમાવ્યા ,તો કેટલાક પરિવારો જ કોરોના થી સંક્રમિત થઈને મૃત્યુ પામ્યા હતા.જોકે બીજી તરફ રાજ્ય સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન ને અનુસરીને ગામડાઓ માં જરૂરી પગલા લેવામાં આવ્યા હતા,અને કોરોના ગામ માં ન ફેલાય તેમાટે ના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

જોકે અંકલેશ્વર તાલુકા ની વાત કરીએ તો લગભગ દરેક ગામમાં કોરોના એ પગપેસારો કર્યો હોવાનું કહી શકાય છે,પરંતુ તાલુકા નું એક નાનકડું ગામ કોરોના  મહામારી સામે અડગતા થી ઝઝૂમીને આદર્શ ગામ બન્યુ છે.અંકલેશ્વર તાલુકાનું કરમાલી ગામ માં ૨૫૦ મકાન છે અને  વસ્તી અંદાજીત ૯૫૦ જેટલી છે, ગામનું સુકાન એક મહિલા સરપંચ સલમાબેન યુનુસભાઇ હાંસરોદ  ના હાથમાં છે.ગામ ના તલાટી પાર્વતીબેન પટેલીયા અને વહીવટી તંત્ર ના અધિકારીઓ ના સાથ સહકાર થી કડક નીતિનિયમ થકી તેઓએ ગામને કોરોના થી મુક્ત રાખ્યુ છે. એક વાતચીતમાં કરમાલી ગામ ના સરપંચ સલમાબેને જણાવ્યુ હતુ કે અંકલેશ્વર ના પ્રાંત અધિકારી,મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધકારી ના સતત મોનીટરીંગ હેઠળ ગામમાં ચુસ્ત પણે કોવિડ ગાઇડલાઇન ના નીતિનિયમો નું પાલન કરવામાં આવ્યુ છે,તેમજ આરોગ્ય વિભાગ ના ધનવંતરી રથ ની કામગીરી પણ ગ્રામજનો માટે પ્રાણવાયુ સમાન બની ગઈ હતી. ગામમાં ૧૦ સભ્યો ની કમિટી બનાવવામાં આવી હતી,જ્યાં એક તરફ હોસ્પિટલો માં કોવિડ સંક્રમિત દર્દી ઓ ની સારવાર માટે બેડ પણ મળતા નહોતા,ત્યારે કરમાલી ગામ ના કોઈ પણ રહીશ ને ગામ માંથી બહાર જવા માટે તેમજ બહાર ના કોઈ પણ વ્યક્તિને ગામ માં આવવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો,જ્યારે ફેરિયાઓ ને પણ ગામમાં પ્રવેશબંધી હતી.જે ૧૦ સભ્યોની કમિટી બનાવવા માં આવી હતી, તે સભ્યો જ ગામ ના રહીશો માટે જીવન જરૃરિયાત ની ચીજ વસ્તુ ઓ પુરી પાડતા હતા,અને 45 વર્ષથી વધુ ઉંમર ના લોકો ને વેક્સિનેશન માટે પણ જાગૃત કરવામાં આવ્યા હતા,આ ઉપરાંત ગામ માં સાફસફાઈ અને નિયમિત સેનિટાઇઝેશન તેમજ માસ્ક વગર જો કોઈ ઘરની બહાર નીકળે તો દંડાત્મક કાર્યવાહી સુધી ના કડક નિયમો રાખવામાં આવ્યા હતા