અમદાવાદ-

અમદાવાદ સાબરમતી નદી મા ફરી એકવાર ક્રુઝ બોટ શરૂ થઈ છે.કોરોના સમય મા આ બોટ ની સેવા બંધ કરવામાં આવી હતી..આ ક્રુઝ ને સર્વિસ માટે પરત લઈ જવામાં આવી હતી.ઘણા લાંબા સમય બાદ ફરીવાર આ ક્રુઝ સેવા શરૂ કરવામાં આવી છે.જેના લીધે અહીં આવતા લોકો મનોરંજન ની સાથે સાથે આ બોટ ની મજા પણ માણી શકશે.આ બોટ એક સેન્ટ્રલ એસી સુવીધાઓ થી સજ્જ છે અને લોકોએ તેમાં મુસાફરી કરવા માટે 250 રૂ ચૂકવવા પડશે.આ ક્રુઝ બોટ ની સાથે રિવરફ્રન્ટ પર જેટસ્કી,વોટરબોટ અને બીજી ઘણી વોટર એક્ટીવી પણ જોવા મળશે

સી - પ્લેન અને કૂઝએ સાબરમતી નદી પરના બે મહત્વાકાંક્ષી પ્રોજેકટ સરકાર દ્વારા ઘણા સમયથી શરૂ કરાયા છે પરંતુ કોઈ પણ કારણોથી આ પ્રોજેકટને કાં તો જોઈએ તેવો પ્રતિસાદ મળતો નથી અથવા તો આ પ્રોજેક્ટમાં તૂટીઓને પરિણામે ચાલતા નથી . એસી ક્રૂઝમાં લોકો અમદાવાદની સેર કરી શકે માટે થોડા મહિનાઓ પહેલા સાબરમતી નદીમાં તેને તરતી મુકાઈ હતી પણ કદાચ થોડા દિવસ બાદ બંધ કરવામાં આવી હતી.જે હવે ફરી શરૂ કરવામાં આવી છે.વિકેન્ડ મા આવતા લોકોને રીવરફ્રન્ટ પર બોટિંગ કરી શકાશે. જેમાં રીવરફ્રન્ટના એક છેડે થી બીજા છેડે લઈ જવામાં આવે છે. બાળકો અને મોટા લોકો માટે પણ આ એક મનોરંજન છે. રીવરફ્રન્ટ અમદાવાદની આગવી ઓળખ પણ ગણવામાં આવે છે ત્યારે બહાર થી આવતા લોકો પણ બોટિંગનો લાભ લઇ શકે છે.

રાજ્ય સરકાર એ મોટા ઉપાડે સી પ્લેન શરૂ કર્યું હતું પરંતુ એ સેવા થોડા સમયમા તેનું સુરસુરીયું થઈ ગયું છે. પ્લેન સર્વિસ માટે ગયું તો પાછું આવ્યું નથી. ગુજરાત સરકારના મહત્વનો પ્રોજેકટ પાણીમાં ગયો છે. ત્યારે આ કોરોના કપરાકાળમાં 250 ટીકીટ અમદાવાદ વાસીઓને પોસાય કે કેમ તે પણ એક સવાલ છે. પરિવાર સાથે બોટિંગ માટે આવતા લોકોના ખિસામાં બોજ થાય તેવી ટીકીટ રાખવામાં આવી છે