પાંદડી ગામથી ૧.૩૪ લાખના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ
07, જુન 2021

દાહોદ,દાહોદ એલસીબી પોલીસે દાહોદ તાલુકાના પાંદડી ગામે રામ ડુંગરા ફળિયા ના એક મકાનમાં બપોરના સમયે ઓચિંતી પ્રોહી રેડ પાડી તે મકાનમાંથી રૂપિયા ૧ . ૩૪ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂની પેટીઓ નંગ ૨૨ સાથે એક વ્યક્તિને સ્થળ પરથી પકડી પાડી વિદેશી દારૂનો જથ્થો કબજે લીધાં નું તથા વરમખેડા ના બે વ્યક્તિઓ સહિત કુલ ચાર જણા પોલીસને ચકમો આપી નાસી ગયાનું જાણવા મળ્યું છે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વરમખેડા ગામે રહેતા મડીયા ભાઈ પુંજાભાઈ ગણાવા ગોપી ભાઈ મડિયા ભાઈ ગણાવા તથા મય લેશ ભાઈ મડિયા ભાઈ ગણાવા એમ ત્રણે બાપ-દીકરા ઓ બિન અધિકૃત રીતે તેઓના પોતાના કબજાની સફેદ કલરની સ્કોર્પિયો ગાડીમાં પાંદડી ગામના રામ ડુમરા ફળિયામાં રહેતા ચુનીયા ભાઈ ભૂરા ભાઈ ના ઘરે લઈ આવી કટીંગ કરતા હોવાની તેઓને બાતમી મળતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર પીએ મકવાણા તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમે મળેલ બાતમીના આધારે ભાતની વાડી જગ્યાએ વ્યૂહાત્મક વોચ ગોઠવી બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ઓચિંતી પ્રોહી રેડ પાડી સ્થળ પરથી વરમખેડા ગામ ના મડીયા ભાઇ પુંજાભાઇ ઘણાને ઝડપી પાડયો હતો અને સ્થળ પરથી રૂપિયા ૧,૩૪,૮૮૦ નીક કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ ૯૧૨ ભરેલ પેટીઓ નંગ ૨૦ ઝડપી પાડી કબજે લીધી હતી જ્યારે વરમખેડા ગામના ગોપી ભાઈ મ ડીયા ભાઈ ગણાવા મ ય લે સ ભાઈ મડિયા ભાઈ ગણાવા તથા દારૂ લેવા માટે આવેલા બે અજાણ્યા મોટરસાયકલ ચાલકો પણ પોલીસને ચકમો આપી નાસી ગયા હતા આ સંબંધે જેસાવાડા પોલીસે વરમખેડા ગામ ના ઉપરોક્ત ગણાવા પરિવારના ત્રણે બાપ-દીકરા વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution