વલસાડ, મુંબઈથી રાજસ્થાન જઇ રહેલી વિજય લક્ષ્મી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસના ચાલકે બસને ગફલતી રીતે હંકારતાં વલસાડના ડુંગરીના સોનવાડા ગામ પાસે મોડી રાત્રે અકસ્માત થયો હતો. લકઝરી બસ મકાન સાથે અથડાતા બસમાં સવાર ૫૦ પૈકી આઠ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જ્યારે એક યાત્રીનું કમકમાટી ભર્યું મોત થયુ હતું. તો અંધારાનો લાભ લઇ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. ડાયવર્જન હોવા છતાં બસ સ્પીડથી ચલાવી મુંબઈથી રાજસ્થાન ૫૦થી વધુ યાત્રીઓને લઈને જતી વિજય લક્ષ્મી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસના ચાલકે વલસાડ હાઇવે ઉપર આવેલી એક હોટલમાં જમ્યા બાદ બસ ચલાવવાની શરૂઆત કરી હતી. માત્ર ૫ કિ.મી આગળ ડુંગરીના સોનવાડા ગામ પાસે બ્રિજની કામગીરી ચાલી રહી છે જેને લઈને સર્વિસ રોડ ઉપર ટ્રાકીકને ડાયવર્જન આપ્યું હતું. વિજય લક્ષ્મી ટ્રાવેલ્સનો ડ્રાયવરે બસને બેફિકરપૂર્વક હંકારતા બસના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા સર્વિસ રોડની બાજુમાં બની રહેલા નવા મકાન સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્‌યો હતો.

અકસ્માતનો અવાજ એટલો જાેરદાર હતો કે, આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોની પણ ઊંઘ ઊડી ગઈ હતી. ઘર માલિકે ઘરની બહાર નીકળીને ચેક કરતા પોતાના ઘરની આગળના પિલર અને સ્લેબ સાથે વિજય લક્ષ્મી ટ્રાવેલ્સની બસના ચાલકે અકસ્માત સર્જ્‌યો હતો. બસનો ચાલક આંધરાનો લાભ લઈને તમામ યાત્રીઓને અને બસને મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં એક યાત્રીનું કમકમાટી ભર્યું મોતબનાવ અંગે સ્થાનિક લોકોએ ૧૦૮ અને ડુંગરી પોલીસને બનાવની જાણ કરી હતી. બસના કાચ તોડીને યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.