ગુજરાતને મળી વધુ એક સિદ્ધી,ચારેય વીજ વિતરણ કંપનીઓ A+રેટિંગ સાથે પ્રથમ સ્થાને 
16, જુલાઈ 2021

ગાંધીનગર

ગુજરાત સરકારના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગતની ચારેય વીજ વિતરણ કંપનીઓ ; ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે વીજ સેવાઓ અને ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને સમગ્ર ભારતમાં પ્રથમ ચાર ક્રમાંક અંકે કર્યા છે. એટલું જ નહીં ભારત સરકારના વીજ મંત્રાલય દ્વારા અપાયેલા નવમા વાર્ષિક ઈન્ટિગ્રેટેડ રેટિંગમાં A+ (એ-પ્લસ) નું સર્વોચ્ચ રેટિંગ મેળવ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની આ ચારેય વીજ વિતરણ કંપનીઓએ પોતાનું સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ જ્વલંત સફળતા અને ઉત્કૃષ્ટ દેખાવ બદલ વિશેષ સ્થાન મેળવનાર વીજ કંપનીઓના અધિકારીઓ અને તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution