ગાયીકા કાજલ મહેરિયા સામે વધુ એક ફરિયાદ, બનાસકાંઠામાં બીજી FIR નોંધાઈ
17, ડિસેમ્બર 2020

બનાસકાંઠા-

બનાસકાંઠાના થરાદમાં મહામારી વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં થરાદના કેશર ગામમાં લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ઉલ્લેખનીય છે કે ભીડ એકઠી થતાં ગાયક કલાકાર કાજલ મહેરીયા સામે ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે બીજી તરફ લગ્નમાં ગુજરાતી ગાયક કલાકાર કાજલ મહેરિયા આવતા ભીડ જામી હતી. લગ્નપ્રસંગમાં ભીડ એકઠી થવા બદલ કાજલ મહેરીયાની સાથો સાથ વરરાજાના પિતા સામે પણ ફરિયાદ નોંધાઇ છે. કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટસન્સના ધજાગરા ઉડયા હતા.  ગુજરાતી સિંગર કાજલ મહેરિયા ઉપર જાણે ચોઘડિયાઓ માઠું લગાડીને બેઠા હોય તેમ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠાના થરાદમાં એક લગ્ન પ્રસંગે ભીડ એક્ઠી કરીને પ્રસંગ ઉજવાતા વરરાજા અને કાજલ મહેરિયા સહિત 3 સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ઘણા ગુજરાતી કલાકારોએ કોરોનાની ગાઈડલાઈન્સના લીરેલીરા ઉડાવ્યા છે, જેના ઘણા વીડિયોઝ અને ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં, સમાચાર માધ્યમોમાં છપાયા હતા. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution