દિલ્હી,

ભારત ચીનને આર્થિક મોરચે સતત આંચકા આપી રહ્યું છે, હવે ભારત તમામ હાઇવે પ્રોજેક્ટ્સમાં ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી આપી છે. ચીની કંપનીઓને  સંયુક્ત સાહસ ભાગીદારો તરીકે પણ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ અને એમએસએમઇ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, સરકાર સુનિશ્ચિત કરશે કે માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) ના વિવિધ ક્ષેત્રમાં ચીની રોકાણકારો સાથે કોઈ સંબંધ ના રાખવામાં આવે.