વડોદરા

વડોદરા શહેરના મધુનગર રેલવે બ્રિજ નીચે બે કિશોર લોહીથી લથપથ હાલતમાં પડેલા રેલવે પોલીસને મળી આવ્યા હતા. જેમાં એક કિશોર મૃત હાલતમાં અને બીજાે કિશોર બેભાન હાલતમાં મળી આવતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ બંને કિશોરની ઘટનામાં ટ્રેનની અડફેટે સહિત હત્યાની પણ શંકા સેવાઈ રહી છે.

રેલવે વિભાગના ટ્રેકમેન કેટલાક કર્મચારીઓ તેમની રાબેતા મુજબ ટ્રેકની કામગીરી માટે મધુનગર બ્રિજ નીચે પહોંચ્યા હતા, જ્યાં રહસ્યમય સંજાેગોમાં બે કિશોરો લોહીથી લથપથ હાલતમાં પડેલા મળી આવ્યા હતા જેમાં એક કિશોર મૃત હાલતમાં, જ્યારે બીજાે કિશોર જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક રેલવે પોલીસને કરવામાં આવી હતી. રેલવેના ઉચ્ચ પોલીસ અધિકારીના સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જાે કે, બંને કિશોર જે રીતે ઈજાગ્રસ્ત અને મૃત હાલતમાં પડેલા મળી આવતાં પ્રાથમિક તબક્કે હત્યાની શંકા ઉપજાવી રહ્યા હતા. જાે કે, ટ્રેનની અડફેટે આવ્યાની શંકા પણ નકારી શકાય તેમ નથી. મૃત ૧૬ વર્ષીય કિશોરના ખિસ્સામાંથી તૂટેલી ચલમનો ટુકડો અને બીડીનું ઠૂંઠું મળી આવ્યું હતું. જ્યારે તેની સાથેનો ર૦ વર્ષીય ઉપરનો યુવાન હોવાનું રેલવે પોલીસસૂત્રોએ જણાવ્યું હતું. બંને વચ્ચે બોલાચાલી સાથે ઝઘડો થયો હતો અને ૧૬ વર્ષીય કિશોર ઘાયલ થઈને મૃત પામ્યો હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે. આ ઘટનાની તપાસમાં એસઓજી રેલવેના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જાેડાયા છે. જાે કે, આ બનાવની સાચી હકીકત ઈજાગ્રસ્ત બેભાન હાલતમાં મળી આવેલ યુવાન ભાનમાં આવે ત્યારે જ જાણવા મળશે તેમ રેલવે પોલીસે જણાવ્યું હતું.