હાલોલના યુવકોની કારને ઉજ્જૈન નજીક અકસ્માત નડતા એકનુ મોત નિપજ્યુ
11, માર્ચ 2021

હાલોલ

હાલોલના પાંચ યુવાનો (૧) જય છોટુભાઈ માછી(૨) સાગર (૩) નયન રાણા ( ૪ )રવિ (૫) જય રાણા આમ પાંચ મિત્રો શિફ્ટ ડિઝાયર કારમાં ઉજ્જૈન જવા નીકળ્યા હતા તે દરમિયાન જેમ જેમ દિવસ વિતતો ગયો હવે સાંજ પડતી ગઈ તેમ તેમ આગળ બેઠેલા જય છોટુભાઈ માછી ને ઊંઘ આવવા લાગતા ચાલક જય રાણા ના એ કહ્યું કે તને ઊંઘ આવતી હોય તો તું પાછળ જતો રહે જય માછી ગાડીમાંથી ઉતરીને પાછળની સીટ પર બેઠો હતો અને પાછળની સીટ પર થી નયન રાણા આગળની સીટ પર બેઠો હતો ત્યારબાદ ગાડી આગળ વધી હતી કાલભૈરવ દાદાના દર્શનના સપના જાેતા આ પાંચ મિત્રોને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે આ પાંચ પૈકી એક મિત્ર ની સફર તેઓની સાથેની છેલ્લી સફર હશે તે દરમિયાન મોડી સાંજના સાતેક વાગ્યા ની આસપાસ પેટલાવદ ગામ પાસે આ કાર આગળ જતા બોલેરો જીપ પાછળ ઘુસી જતા ગમ ખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાલ ચાલક જય રાણા ઉંમર વર્ષ ૨૦ રહે.સોનવડી હાલોલ નું કરૂણ મોત ઘટનાસ્થળે જ નીપજ્યું હતું આ યુવક વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો જ્યારે કારમાં ચાલક જય રાણા સાથે બેઠેલો જે ગંભીર રીતે ઘવાયો હતો અકસ્માતની જાણ સ્થાનિક પોલીસને થતા તરત ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યારે આગળની સીટ પર થી પાછળની સીટ પર ઊંઘ આવવાના કારણે બેઠેલા જય છોટુભાઈ માછી ઉધતા હતા અને જ્યારે હોસ્પિટલમાં ઇન્જેક્શન માટે જાગાયા ત્યારે તેઓને ખબર પડી કે તેઓનો મિત્ર જય રાણા હવે આ દુનિયામાં રહેયો નથી.આ અકસ્માત ની જાણ તેમના પરિવાર ને થતા તેમના માથે આભ તૂટી પડ્યું હતું આમ અકસ્માતમાં હાલોલ ના પાંચ યુવાનો પૈકી રાણા સમાજ ના યુવક નું મૃત્યુ થવાના સમાચાર મળતા હાલોલના રાણા સમાજમાં શોક ની લાગણી વ્યાપી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution