નડિયાદ : નડિયાદની પેટા પ્રાદેશિક રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૩થી તા.૨૮ સપ્ટેમ્બર દરમિયાન રોજ સવારે ૧૧ કલાકે ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કોવિડ-૧૯ મહામારીની સ્થિતિમાં હેલ્થ વિભાગની ગાઇડલાઇનને ધ્યાનમાં લેતાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું તથા વધુમાં વધુ વ્યક્તિઓએ એક જગ્યાએ ભેગાં ન થવાની સૂચનાને અનુસરતા ખેડા જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારીની તક મળી રહેતે હેતુથી આયોજન કરાયું છે. નોકરીદાતાને યોગ્ય લયકાત ધરાવતાં ઉમેદવારો મળી રહે તે માટે ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. ઓનલાઇન જાેબફેરમાં પેટા પ્રાદેશિક રોજગાર કચેરી ખાતે નોંધયેલા તથા નોંધાયા સિવાયના તમામ રોજગારવાંચ્છુ ભાગ લઈ શકશે. ભાગ લેવા માટે ઉમેદવારોએ ગૂગલ લિન્કમાં https://docs.google.com/forms/d/1DOM3UxEuv7VmMX_5VJbfmmQAkTBZXG42H0IqrU2ib-E/edit જણાવેલ તમામ માહિતી ભરીને સબમિટ કરવાની રહેશે. ગૂગલ લિન્કની માહિતી ફેસબૂક પેજ MODEL CAREER CENTER –NADIAD પર મૂકવામાં આવેલ છે. ગૂગલ લિન્ક દ્વારા લાયકાત મુજબના ઉમેદવારોનું લિસ્ટ નોકરીદાતાને ઓનલાઇન ભરતી પ્રક્રિયા માટે મોકલી આપવામાં આવશે. નોકરીદતા દ્વારા રોજગારવાંચ્છુની ભરતી કરવા માટે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કરી પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. પ્રાથમિક પસંદગી બાદ ફાઇનલ પસંદગી માટે નોકદાતાનીની જરૂરિયાત મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ કરવાનું રહેશે. ઓનલાઇન જાેબફેરમાં ભાગ લેવા અંગે જરૂરી માર્ગદર્શન માટે પેટા પ્રાદેશિક રોજગાર કચેરીની સવારે ૧૦ઃ૩૦થી સાંજે ૬ઃ૧૦ દરમિયાન સંપર્ક કરી શકાશે.