વિદ્યાર્થીઓની પાંખી હાજરી વચ્ચે ઓનલાઈન શિક્ષણકાર્ય શરૂ થયું
08, જુન 2021

વડોદરા : શાળામાં ભણવાની જે મજા હતી.તે ઓનલાઇન ભણવામાં નથી.આજથી નવા શૈક્ષણિક સત્રની શરુઆત ઓનલાઇન શિક્ષણ પધ્ધતિથી થતા બાળકો પણ આ પધ્ધતિથી કંટાળીને આવુ કહી રહ્યા છે.બાળકો ફરી એક વખત ચાર પાંચ કલાક સુધી મોબાઇલની સામે બેસીને ભણશે.જેના કારણે બાળકોના માનસ પર ગંભીર અસર પડી રહી છે.વાલીઓ પણ આ પધ્ધતિ સામે નારાજગી દર્શાવી રહ્યા છે.અને ક્યારે શાળા શરુ થાય તેની રાહ જાેઇ રહ્યા છે.આજે પહેલા દિવસે ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જાેવા મળી હતી.ગ્રાન્ટેડ શાળામાં હજી પાઠ્યપુસ્તકો નહી આવતા વિદ્યાર્થી મોબાઇલની સામે બેસીને ફક્ત સમય પસાર કરી રહ્યા છે.

કોરોના કાળમાં નવા શૈક્ષણિક સત્રની આજથી શરુઆત થઇ છે.શહેરની તમામ શાળાઓમાં શિક્ષકોની ૧૦૦ ટકા હાજરી જાેવા મળતી હતી.પણ પહેલા દિવસે વિદ્યાર્થીઓની હાજરી પાંખી જાેવા મળી હતી.શહેરની ગ્રાન્ટેડ શાળામાં પાઠ્યપુસ્તકોના ઠેકાણા નથી.ત્યારે બાળકો પણ મોબાઇલની સામે બેસીને શિક્ષક જે ભણાવે તે ભણતા હતા.આજે પહેલા દિવસે શિક્ષકોએ બાળકોને હળવા મૂડમાં લાવવા પરિચય તેમજ કોરોના કાળમાં વીતાવેલા દિવસની વાતો કરી હતી. જાે કે કેટલીક શાળાઓ એ આજથી જ શિક્ષણની શરુઆત કરીને બાળકોને ઘરકામ પણ ઓનલાઇન મોકલી દીધું હતું.કોરોનામાં એક વર્ષ પસાર કર્યા પછી ફરી ઉનાળું વેકેશન ઘરમાં પસાર કરવા બાળકો મજબૂર બન્યા હતા.અને ઉનાળું વેકેશન ક્યારે પુરુ થયું તે પણ બાળકોને ખબર નથી.તેવા સમયે આજથી ફરી બાળકો ઓનલાઇન શિક્ષણમાં સપડાયા છે.આજે કેટલીક શાળામાં નવા સત્રની શરુઆત કરવામાં આવી છે.તો કેટલીક શાળા દ્વારા આવતીકાલથી સત્રની શરુઆત કરશે.જે પરિવારમાં બે બાળકો ભણે છે.અને ઘરમાં એક મોબાઇલ છે.તેવા પરિવારને બીજા મોબાઇલ માટે ખર્ચ કરવાની ફરજ પડી છે.નવા સત્રની શરુઆતમાં શાળા બાળકોના કિલ્લોલથી ગૂજી ઉઠતું હતુ.આ શાળામાં ફરી બાળકોનો કિલ્લોલ ક્યારે સાંભળવા મળશે તેવું શાળા સંચાલકો પણ કહી રહ્યા છે.

સતત ઓનલાઈન અભ્યાસથી બાળકોનો સ્વભાવ બદલાયો

રાજ્ય સરકારે દિવાળી સુધી પ્રથમ સત્ર પુરુ કરવાની જાહેરાત કરતા શાળા સંચાલકો પણ વહેલી તકે કોર્ષ પુરો કરવા મથામણ કરશે.પણ બાળકો જે ભણવાની મજા શાળામાં છે.તે ઓનલાઇનમાં નથી.અને ક્યારે શાળા શરુ થાય તેની રાહ જુએ છે.વાલીઓ પણ ઘરમાં ઓનલાઇન અભ્યાસ કરતા બાળકો સતત મોબાલમાં રચ્યાપચ્યા રહેતા હોઇ તેમના સ્વભાવમાં આવેલ ચીડીયાપણુ અને વાતે વાતે ગુસ્સો કરવાના સ્વભાવથી પણ ચિંતિત બન્યા છે.ઓનલાઇન અભ્યાસથી બાળકોના માનસ પર અસર પડી છે. બાળકોના ઓનલાઈન અભ્યાસથી વાલીઓ પણ આ પધ્ધતિ સામે નારાજગી દર્શાવી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution