વડોદરા-

રાજ્ય શહેરમાં કોરોનાની મહામારી ફેલાઇ છે તો બીજી તરફ વરસાદે પણ માજા મુકી છે અને એવામાં શહેરમાં માત્ર 15 મિનીટના વરસાદે સરકાર પ્રસાશનની પોલ ખુલ્લી પાડી છે.

મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં માત્ર 15 મિનીટના વરસાદના કારણે હોસ્પિટસ કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા જેના કારણે દર્દી તથા એમ્બયુલન્સને આવવા જવા માટે થોડા સમય માટે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદના અગાઉ પ્રસાશન દર વખતે દાવો કરે છે કે પ્રિ-મોનસુન કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે પરંતુ પ્રસાશનની પોલ પહેલો વરસાદ જ ખુલ્લી પાડી દે છે અને પછી વડોદરા ખાડોદરા બનવામાં જરા પણ વાર નથી લાગતી.