દિલ્હી-

દેશમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ઘટાડો આવી રહ્યો છે પણ મોતના આંકડા હજી પણ લોકોને ડરાવી રહ્યા છે. આ દરમ્યાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આંકડા જાહેર કર્યાની સાથે એક બીજી પણ વાત કરી કે ભારતમાં માત્ર હજી ૨ ટકા લોકો જ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. એટલે કે તેમના અર્થ મુજબ ૯૮ ટકા લોકો પર કોરોનાનો ખતરો હજી ટળ્યો નથી. વધુમાં જાણકારી આપતા તેમણે કહ્યું કે બીજા દેશોમાં કોરોના સંક્રમણની સંખ્યા વસ્તી મુજબ ઘણી જ વધુ હતી, પણ ભારત આ સંક્રમણ અટકાવવામાં સફળ રહ્યું છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે ભારતના લોકોએ કોરોનાના નિયમોનું પાલન કર્યું છે. મંત્રાલયના જાેઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જાણકારી આપતા કહ્યું કે બીજા દેશના ઘણા લોકો કોરોનાના સંક્રમણમાં આવી ગયા છે પણ ભારતમાં આપણે સંક્રમણ ઘણું ઓછું કરવામાં સફળ થઈ ગયા છીએ. પણ વધુ સંક્રમણની વાત કરીએ તો હજી માત્ર ૨ ટકા જ લોકો સંક્રમિત થયા છે. જે યોગ્ય સારવારને લીધે થયું.

તેમ છતાંય ઘણા લોકોએ સરકાર તરફથી આપવામાં આવતા આંકડા પર સવાલો ઉઠાવ્યા છે. એક્સપર્ટનું કહેવું છે કે સરકાર બધા જ સર્વેને ધ્યાનમાં નથી લઈ રહી. જેમણે કહ્યું છે કે ભારતમાં ૨૦ ટકા લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે જેમાં માત્ર ૨૧.૪ ટકા યુવાનો જ સંક્રમણનો ભોગ બન્યા. જાે સંક્રમણથી સારા થતાં લોકોની વાત કરીએ તો દેશમાં સંક્રમણ પછી ૮૬.૨૩ ટકા દર્દીઓ સારવારથી સાજા થઈ ગયા છે. જ્યારે સંક્રમણ પછી મૃત્યુ દર ૧.૧૧ ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર ગત ૨૪ કલાકમાં કોરોના ૨૬૭૧૭૪ નવા કેસ આવ્યા છે. જે કાલની સરખામણીએ ૫ હજાર કેસ વધારે છે. દેશમાં કુલ કેસની સંખ્યા ૨૫૪૯૫૧૪૪ પહોંચી ગઈ છે. આમાંથી એક્ટિવ કેસની સંખ્યા ૩૨૨૧૮૨૨ છે. એટલે કે મંગળવારે ૩.૮૯ લાખ સાજા થયા. જ્યારે ૨૪ કલાકમાં ૪૫૨૫ લોકોના મોત થયા.