ભાવનગર-

જિલ્લામાં આવેલા 12 ડેમોમાં પાણી 70 ટકા છે પણ ચોમાસાનો વરસાદ માત્ર 41.04 ટકા હવે વિચારવા લાયક તો છે કે, આમ કેમ હા તૌકતે વાવાઝોડાના નીર અને ઉપર વાસના વરસાદના ડેમમાં આવતા નિરથી ડેમોમાં 70 ટકા પાણી છે. જો કે સિઝનનો વરસાદ ખૂબ જ ઓછો છે, ત્યારે શેત્રુંજી ડેમ 80 ટકા ઉપર જતા નીચાણવાળા વિસ્તારોના ગામડાઓને એલર્ટ રહેવા જણાવી દેવામાં આવ્યું છે, ત્યારે હાલમાં ખેતી ચોમાસામાં પણ સિંચાઈ પર નિર્ભર બની ગઈ છે. આઠ તાલુકામાં વરસાદ 40 ટકાથી નીચે છે હવે મેઘરાજા વર્ષે તેવી અપેક્ષા સૌ કોઈની છે. ભાવનગર જિલ્લામાં બે તાલુકામાં સારા વરસાદને પગલે ખેતીને નુકશાન નથી પરંતુ બાકીના આઠ તાલુકા વાવાઝોડામાં આવેલા વરસાદથી ઉભા થયેલા સ્ત્રોત દ્વારા ચોમાસાની ખેતી કરવા મજબૂર છે કારણ કે જિલ્લામાં વરસાદ 50 ટકાથી નીચે નોંધાયો છે હાલમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર કરતા તળાજા અને મહુવાના ગામડાઓ દ્વારા માંગ સિંચાઈ પાણી માટે કરી હતી પરંતુ બાફમાં વરસાદ વરસતા ખેડૂતોએ માંગ પછી ખેંચી લીધી અને અધિકારી સાથેની બેઠક પણ રદ થઈ ગઈ હતી. સિંચાઈ અધિકારી એ એમ બાલધીયાએ જણાવ્યું હતું કે હાલના ડેમોમાં પાણી 70 ટકા સુધી છે અને રવિ પાકમાં પણ સિંચાઈ માટે પાણી આપી શકાશે. ભાવનગર જિલ્લામાં આવેલા 12 ડેમોમાં પાણી 70 ટકા છે પણ ચોમાસાનો વરસાદ માત્ર 41.04 ટકા હવે વિચારવા લાયક તો છે કે, આમ કેમ હા તૌકતે વાવાઝોડાના નીર અને ઉપર વાસના વરસાદના ડેમમાં આવતા નિરથી ડેમોમાં 70 ટકા પાણી છે. જો કે સિઝનનો વરસાદ ખૂબ જ ઓછો છે.