માત્ર ત્રણ માસનું બાળક એક ગંભીર બીમારીના સકંજામાં
06, માર્ચ 2021

લુણાવાડા

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના એક મધ્યમવર્ગી કુટુંબમાં એક બાળકનો જન્મ થતા માતા-પિતા તેમજ કુટુંબીજનોમાં એક આનંદ પ્રસર્યો હતો આ બાળક જન્મ જાત એક ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે જેનું નામ છે એસ.એમ.એ-૧ એટલે તરીકે ઓળખવામાં આવે છે જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેકટશીટ કહેવામાં આવે છેખામી દર્શાવે છે ત્યારે આ રોગની સારવાર ખુબ મોઘી છે તેના માટેના ઈજેક્શન રૂપિયા ૧૬ કરોડમાં યુ.એસ થી માંગવું પડે છે લુણાવાડા તાલુકાના ખાનપુરના રહેવાસી એવા રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ ને ડોકટરોના કેહવા પ્રમાણે બાળકના ઈલાજ માટે તમારી પાસે ૧ વર્ષ છે જેના માટે બાળકના પિતાએ ૧૬ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો છે ત્યારે તેઓ ચિંતા કર્યા વગર ધૈર્યરાજનું નામ ઈમ્પેક્ટ ગુરુ નામના એન.જી.ઓ માં પોતાનું ખાતું ખોલાવી તે ખાતામાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી છે ત્યારે તેઓ એ આ રકમ ભેગી કરવા સોસીયલ મીડીયાના માધ્યમથી મહીસાગર જિલ્લા અને ગુજરાત રાજ્યના તમામ ભામાશા પાસે પ્રાર્થના કરી છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution