અમદાવાદના બારોટ પરિવારે મતદાન કર્યા બાદ જ દિકરાની જાન જાેડી
22, ફેબ્રુઆરી 2021

અમદાવાદ, લોકશાહીમાં ચૂંટણીના દિવસને પણ એક તહેવાર તરીકે જાેવામાં આવે છે. આ દિવસને લોકો લોકશાહીનું પર્વ પણ કહે છે. બિમાર હોય, ઓફિસ-કામ ધંધે હોય કે પછી લગ્ન કરી રહેલા દુલ્હા-દુલ્હન હોય. સૌ કોઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. આજે મહનગર પાલિકાની યોજાઈ રહેલી ચૂંટણીમાં પણ કંઈક આવા દ્રશ્યો જાેવા મળ્યાં હતાં. આજે અમદાવાદમાં લગ્ન પહેલા દુલ્હા સહિત આખે આખી જાન મતદાન કરવા આવી પહોંચી હતી. અમદાવાદના થલતેજ વોર્ડ નંબર ૮માં ઘોડે ચઢીને એક વરરાજા આવ્યા હતા.

અમદાવાદ મનપાની ચૂંટણીમાં મતદારોને પ્રેરણા આપતો કિસ્સો જાેવા મળ્યો. પહેલાં મતદાન પછી બીજા કામ તે જ રીતે આ પરિવારે પહેલાં મતદાન પછી જાન એવુ સૂત્ર અનાવ્યું હતું. અમદાવાદના બારોટ પરિવારે પહેલા મતદાન કર્યું ત્યાર બાદ જ દિકરાની જાન જાેડી હતી. વરરાજા ધનરાજ બારોટે પહેલાં મતદાન કર્યું પછી ઘોડે ચઢીને પરણવા માટે નીકળ્યા હતા. બારોટ પરિવારે આ વિશે વાત કરતા હતું કે, મત આપણો અધિકાર છે.

મતદાન કરવા અમે પહેલાથી જ પ્લાન બનાવ્યો હતો. આજે ચૂંટણી હોઇ મતદાન કરવાનું હોઇ અને લગ્નનું મુહૂર્ત પણ સાચવવાનું હોઇ ઘરેથી વહેલા નીકળ્યા હતા. આખી જાને મતદાન કરીન લોકોને અપીલ કરી હતી કે, તમામ મતદારો મત અવશ્ય આપે. મતાધિકારનો ઉપયોગ કરવા માટે જ વ્યસ્તતા વચ્ચે મતદાનનો સમય નીકાળ્યો છે. ધનરાજ બારોટ વરરાજાના ગેટઅપમાં જ મતદાન પથકે પહોંચતા લોકો પણ આશ્ચર્ય પામ્યા હતાં. જાેકે ધનરાજે પહેલા મતદાન પછી જાનની નીતિ અપનાવતા લોકોએ તેને વધાવી લીધો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution