કરણ જોહર અને સલમાન ખાન વિરુદ્ધ બિહારમાં વધુ એક કેસ નોંધાયો 
19, જુન 2020

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ દેશભરના લોકો માં બોલિવૂડમાં ચાલતા ભાઈ-ભત્રીજાવાદ મામલે રોષ ફેલાયો છે. તેના મોત બાદ બોલિવૂડની કેટલીક હસ્તીઓ પણ મોટા મોટા ખુલાસા કરી રહી છે. આ મામલે એક વકિલે અગાઉ મુઝફ્ફરપુરમાં સલમાન, કરન, એકતા સહિતની 8 હસ્તીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. જો કે તેમાંથી સુપરસ્ટાર સલમાન ખાન અને કરણ જોહરની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.

હવે કરણ જોહર અને સલમાન ખાન પર બિહારમાં વધુ એક કેસ નોંધાવવામાં આવ્યો છે. સવર્ણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાગવત શર્માએ કરણ જોહર અને સલમાન ખાન વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. આ કેસ પટનામાં નોંધવામાં આવ્યો છે. આ સાથે જ ભાગવત શર્માએ મલ્ટીપ્લેક્ષના માલિકોને પણ અનુરોધ કર્યો છે કે કરણ જોહર અને સલમાન ખાનની ફિલ્મો પર બિહારમાં રિલીઝ ન કરવામાં આવે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution