વિપક્ષ બહુમત હાસિલ કરવામાં નિષ્ફળ,કેપી શર્મા ઓલી ફરી બન્યા નેપાળના પ્રધાનમંત્રી
14, મે 2021

કાઠમાંડૂ

કેપી શર્મા ઓલી એકવાર ફરી નેપાળના પ્રધાનમંત્રી બની ગયા છે. નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ નેપાળના બંધારણ પ્રમાણે સૌથી મોટા દળના નેતા હોવાને કારણે ઓલીને પ્રધાનમંત્રી પદ પર નિયુક્ત કર્યા છે. નેપાળની સંસદમાં વિશ્વાસ મત હાર્યા બાદ રાષ્ટ્રપતિએ ગઠબંધનની સરકાર બનાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો. પરંતુ નેપાળની વિપક્ષી પાર્ટીઓ તમામ પ્રયાસો છતાં બહુમત હાસિલ કરવામાં નિષ્ફળ રહી.

ગઠબંધનની સરકાર માટે નક્કી કરેલ સમય આજે રાત્રે 9 કલાકે સમાપ્ત થયા બાદ રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 76(3) હેઠળ સૌથી મોટા દળના રૂપમાં નિયુક્ત કર્યા છે. કેપી ઓલી કાલ એટલે કે શુક્રવારે બપોરે 2.30 કલાકે શપથ લેશે. ઓલીને ગૃહમાં વિશ્વાસ મત હાસિલ કરવા માટે વધુ 30 દિવસનો સમય મળવાનો છે. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી વિરુદ્ધ મોર્ચાબંધી કરી ગઠબંધન બનાવવામાં અહીંના વિપક્ષી દળોને નિષ્ફળતા હાથ લાગી. ત્રણ દિવસ પહેલા સંદમાં ઓલી વિરુદ્ધ 93 મુકાબલે 124 મત પ્રાપ્ત કરનાર વિપક્ષી દળોએ બહુમત માટે માત્ર 2 સાંસદોના સમર્થનની જરૂરીયાત હતી. પરંતુ ત્રણ દિવસની મહેનત બાદ તેને સફળતા મળી નહીં. નેપાળની મુખ્ય વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રે, માઓવાદી અને જનતા સમાજવાદી પાર્ટી જો એક સાથે રહી હોત તો ઓલી વિરુદ્દ બહુમત મેળવી શકતી હતી. ઓલીની જાળમાં આ પાર્ટીઓ આવી ગઈ અને બહુમત મેળવવામાં સફળ થઈ શકી નહીં. ઓલી ફરી સત્તા મેળવવામાં સફળ થઈ ગયા છે. 

સરકાર બનાવવામાં નિર્ણાયક ભૂમિકામાં રહેલી જનતા સમાજપાદી પાર્ટીમાં આવેલા વિભાજનને કારણે વિપક્ષી ગઠબંધન બની શક્યું નહીં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution