વડોદરા, તા.૨૦ 

કોરોના જેવી મહામારીના સમયે કોલેજાે બંધ છે. ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યંુ છે છતાં ખાનગી યુનિ. કોલેજાે, દ્વારા વિદ્યાર્થોઓ પાસે ફી માગવામાં આવી રહી છે, જેની સામ એબીવીપીએ વિરોધ કરીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને હાલના સમયે માત્ર ટયૂશન ફી જ લેવી જાેઈએ તેવી રજૂઆત કરી હતી.

આ આવેદનપત્રમાં જણાવ્યું હતંુ કે, હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે પ્રાઈવેટ-ખાનગી કોલેજ, યુનિ.ના પરિસરમાં હાલમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેના કારણે પરિસરમાં વીજળી, લાઈબ્રેરી, હોસ્ટેલ, કેન્ટિન, ટ્રાન્સપોર્ટેશન જેવી વિવિધ સંશાધનોનો ઉપયોગ થતો નથી તેમ છતાં વડોદરામાં આવેલલ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જબરણ ફી વસૂલવામાં આવી રહી છે. ત્યારે દરેક પ્રાઈવેટ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને ફી લેવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવે અને સાથે સાથે ફીના જે ઈન્સ્ટોલમેન્ટ છે એમાં પણ વધારો કરવામાં આવે. હાલમાં બધી સંસ્થાઓ ફક્ત ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા હતા ત્યારે ફકત ટયૂશન ફી જ લેવામાં આવ, બીજી બધી જ ફીમાં વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવે. કોરોના જેવી મહામારી જ્યારે સરકાર દ્વારા વગર કામ ઘરેથી બહાર ન નીકળવા આગ્રહ છે. ત્યારે સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી પારુલ યુનિ. જેવી પ્રાઈવેટ સંસ્થાઓ દ્વારા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પરત આવી તેમનો સામાન જઈ જવા દબાણ કરવામાં આવે છે જે ખૂબ જ ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેજી માગ કરી છે.

યુનિ.માં પરીક્ષાલક્ષી ગાઇડલાઇન અને માહિતી બહાર પાડવા રજૂઆત

યુજીસી દ્વારા તમામ યુનિવર્સીટીઓમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જાહેરાત કરાયા બાદ એમ.એસ.યુનિવર્સીટીએ પણ પોતાની તમામ ફેકલ્ટીઓના ગ્રેજ્યુએશન કોર્સમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશનના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. આ માટે જુલાઈ મહિનાની શરૂઆતમાં જ એમ.એસ.યુનિવર્સીટી દ્વારા દરેક ફેકલ્ટીની પરીક્ષા માટેની તારીખો જાહેર કરાઈ હતી. યુનિ દ્વારા જાહેર કરાયેલ તારીખો પ્રમાણે પરીક્ષાને એક મહિનાથી પણ ઓછો સમય બાકી હોવા છતાં હજુ સુધી પરીક્ષાને લઈને કોઈ ગાઇડલાઇન કે પછી અન્ય માહિતી જાહેર કરવામાં આવી નથી. જેના કારણે આજે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા આજે યુનિવર્સીટી હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં પરીક્ષાલક્ષી ગાઇડલાઇન જાહેર કરવાની સાથે સાથે વિદ્યાર્થીઓને સતાવતી અનેક મૂંઝવણો દૂર કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીને ૧.૪૧ લાખ યુરો ની ગ્રાન્ટ

મ.સ.યુનિ.ની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીને શિક્ષણક્ષેત્રે સંશોધન કરતી એક યુરોપિયન એજન્સી દ્વારા ૧.૪૧ લાખ યુરો ની ગ્રાન્ટ આપવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરનાર બાળકોમાં ક્રિટિકલ થીંકીંગને આગળ ધપાવવા શિક્ષકો કઈ રીતે મદદગાર થઇ શકે? તે મુદ્દા પર સંશોધન કરવા માટે આ ગ્રાન્ટ મળી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. યુરોપિયન એજન્સી એરાસ્મસ પ્લસ દ્વારા શાળામાં અભ્યાસ કરનાર બાળકોમાં ક્રિટિકલ થીંકીંગને આગળ ધપાવવા માટે શિક્ષકોને ટ્રેનિંગ આપવા અને તે અંગે સંશોધન કરવા ભારત સહીત લાતીવિયા, ફિનલેન્ડ, જર્મની અને ઇટલીની કુલ ૧૨ યુનિવર્સીટીને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ભારતમાં પંજાબની ચિત્કારા યુનિવર્સીટી આ પ્રજેક્ટને લીડ કરી રહી છે. જેના સંલગ્નમાં એમ.એસ.યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીની ઓન પસંદગી કરવામાં આવી છે. કુલ ૩૬ મહિના માટે સંશોધન કરવા માટે યુનિવર્સીટીને કુલ ૧,૪૧,૫૬૨ યુરો ની ગ્રાન્ટ આપવામાં આવી છે. જેમાં ફેકલ્ટીના ડીન સહીત કુલ ૩ પ્રોફેસરની પસંદગી કરવામાં આવી છે.