અમરેલી-

જિલ્લામાં કોરોનાની વણસતી સ્થિતીને પગલે રાજ્ય સરકાર દ્વારા ઝડપથી પગલાં લેવાય અને તકેદારી રાખીને સ્થિતીને કાબુમાં લેવાય એ માટે વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખવામાં આવ્યો હતો. તેમણે પોતાના પત્રમાં ઓક્સિજનનો જથ્થો, વેન્ટિલેટર સુવિધા તેમજ હોસ્પિટલોમાં બેડની સુવિધા બાબતે નાયબ મુખ્યમંત્રીને ખ્યાલ આપવાનો પ્રયાસ કર્યો હતો.

અમરેલી જિલ્લામાં પ્રાથમિક કોવીડ કેર કેન્દ્રો, ઓકિસજન, વેન્ટિલેટર સુવિધા સાથે તાત્કાલિક ચાલુ કરાવવા તથા રેમડેસિવિર ઇન્જેક્શન તથા કોરોના ની સારવાર માટે જરૂરી અન્ય દવાઓનો જથ્થો સત્વરે ઉપલબ્ધ કરાવવા રાજયનાં આરોગ્ય વિભાગ સંભાળતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ ને વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણીએ લખ્યો પત્ર.