29, મે 2021
વડોદરા : એમ.એસ.યુની.નો વિદ્યાર્થી માસ પ્રમોશન હેઠળ પાસ થયો હશે તેને નોકરી મેળવવામાં ભારે તકલીફ પડશે એવી લાગણી વ્યક્ત કરી ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા માસ પ્રમોશનનો વિરોધ કરતું આવેદન કલેકટર કચેરીએ જઈને સુપરત કરાયું હતું. ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના જય ઠાકોર (પ્રમુખ એજીએસયુ), રાકેશ પંજાબી યુજીએસ, પંકજ જયસ્વાલ ફેકલ્ટી રિપ્રેઝન્ટેટીવના બનેલા એક પ્રતિનિધિ મંડળે કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર રૂબરૂ સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ગુજરાત સરકાર દ્વારા યુનિ.માં અભ્યાસ કરતા પ્રથમ વર્ષ, દ્વિપીય વર્ષ અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે. પરંતુ મહારાજા સયાજીરાવ યુનિ.નું પોતાનું એકઝામ પોર્ટલ છે. કોરોનાકાળમાં યુનિ. દ્વારા દરેક પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ તેમના ઘરેથી પરીક્ષા આપી રહ્યા છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ પણ રસપૂર્વક ભાગ લે છે. યુનિ. પરીક્ષા લેવાની ક્ષમતા ધરાવે છે. તો કોઈપણ વર્ગના વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન કરવું જાેઈએ નહીં. જાે તેમ કરવામાં આવશે તો ડિગ્રી લીધા બાદ વિદ્યાર્થી નોકરી માટે ગમે તે સ્થળે જશે ત્યારે માસ પ્રમોશનને કાણે નોકરી મેળવી શકશે નહીં.