દાહોદ,દેશમાં એક તરફ સમગ્ર દેશમાં એક તરફ કોરોના ના કાળા કહેરે શારીરિક અને આર્થિક રીતે સૌને તોડી નાખ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારની વધી રહેલા ભાવોને અંકુશમાં લાવવા મા નિષ્ફળતાને કારણે વધેલી કારમી કમરતોડ મોંઘવારી માં તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાનને આંબી જતા તે ભાવ વધારાના વિરોધમાં આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બળદ ગાડા સાથે શહેરના રાજમાર્ગો પર મોંઘો ગેસ મોઘું તેલ બંધ કરો આ લૂંટ નો ખેલ તેમજ વધેલા ભાવના પોસ્ટર સાથે ભાજપ હાય.. હાય.. ના સૂત્રોચ્ચાર સાથે ફરી ભાવ વધારાનો વિરોધ કરી દેખાવો યોજયા હતા છેલ્લા દોઢ વર્ષથી કાળમુખા કોરોના એ કાળો કેર વર્તાવતા ઘરે-ઘરે કોરોના ના દર્દીઓ ના ખાટલા જાેવા મળ્યા અને શહેરની તમામ હોસ્પિટલોમાં બેડ ની અછત સર્જાઈ મોતનો આંકડો પણ વધુ હોવાના કારણે અનેક પરિવારોના માળો વિખરાઈ ગયા કોઈ નો ઘરનો લાલ તો કોઈના ઘરનો કમાનાર કોરોના મોતને ભેટ્યો હતો ઘરે-ઘરે મોતનો માતમ જાેવા મળ્યો કોરોના એ સૌને આર્થિક રીતે તોડી નાખ્યા આવા કપરા સમયમાં પડતા પર પાટુ ની જેમ કેન્દ્ર અને રાજ્ય સરકારની વધતા ભાવોને અંકુશમાં લેવા માં થયેલી નિષ્ફળતાને કારણે ખાદ્ય ચીજાે ગેસ પેટ્રોલ ડીઝલ અનાજ કઠોળ દાળ તેલ તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવો આસમાનને આંબી જતા મધ્યમ વર્ગના લોકોને બે ટંકનો રોટલો કાઢવો મુશ્કેલ બન્યો છે ક્યારે ગરીબોની સ્થિતિ ની કલ્પના જ શું કરવી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે કાળઝાળ મોંઘવારીમાં ભાવો પર અંકુશ લાવવાના મુદ્દે હાથ ઉચા કરી દેતાં જનતા ની હાલત અત્યંત કફોડી બની છે ત્યારે ગૃહના રસોડા નું બજેટ પણ તૂટ્યું છે તેવા સમયે જનતા વહારે આવે કોંગ્રેસ ભાવ વધારાના વિરોધમાં સડકો પર આવી વિરોધ પ્રદર્શન કરી રહી છે તેના પગલે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવ વધારાના વિરોધમાં ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા.

છોટાઉદેપુરમા કોગ્રેસ ધ્વારા પેટ્રોલ અને ડિઝલ ના ભાવ વધારા સામે વિરોધ

છોટાઉદેપુર, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવો પર એક્સાઇઝ ડ્યુટી નો ભાવ વધારો કરતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થયો છે જેને પગલે સામાન્ય અને મધ્યમ વર્ગીય પ્રજા ને બોજાે સહન કરવો પડી રહ્યો છે છેલ્લા ૧૪ વર્ષમાં પ્રથમ વાર એવું બન્યું છે કે પેટ્રોલના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે જેના કારણે પ્રજાને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે દરેક જિલ્લામાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાના મુદ્દે જિલ્લા કક્ષાએ પ્રદર્શનનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર શહેર ખાતે આવેલા નારાયણ પેટ્રોલ પંપ ઉપર સૂત્રોચ્ચાર કરી મોદી સરકારની હાય-હાયના નારા લાગ્યા હતા છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસના સંગામસિહ રાઠવા દ્વારા પેટ્રોલ પંપ નરેન્દ્ર મોદી અને વિજયભાઇ રુપાણી સરકાર નો વિરોધ કરાયો હતો સાથે જ વિરોધ પ્રદર્શન કરનારાઓને છોટાઉદેપુર પોલીસે ડિટેઈન કરતા કોંગી કાર્યકરોએ અનેક સૂત્રોચ્ચાર કર્યા હતા છોટાઉદેપુર પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા છોટાઉદેપુર કોંગ્રેસના પ્રમુખ તેમજ નગરપાલિકાના કાઉન્સિલરોઅને કોંગી કાર્યકરોને અટકાયત કરી હતી તાલુકા પંચાયતના સભ્ય સહિત કોંગ્રેસી કાર્યકરો જાેડાયા હતા અને તેમણે પેટ્રોલના ભાવ વધારા સામે મોદી સરકારની હાયના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ તેમજ મોંઘવારી અંગે પાવીજેતપુર કોંગ્રેસ દ્વારા આવેદન અપાયુ

પાવીજેતપુર વર્તમાન સમયમાં પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોંચતા તેમજ મોંઘવારી ચરમસીમાએ પહોચી જતા પાવીજેતપુર તાલુકા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને પાવીજેતપુર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વસવાટ કરતા મોટે ભાગે આકાશી ખેતી કરી જીવન નિર્વાહ કરતા ખેડૂતો, ખેત મજૂરો તથા આદિવાસીઓ, અને કોંગ્રેસીઓએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભારત દેશમાં ભારત સરકારનો પેટ્રોલ-ડીઝલ અને તેની ગૌણ પેદાશોના ભાવો આસમાને પહોંચ્યા છે. જે ભાવવધારો અસહ્ય છે ભારત દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો રોજબરોજ વધતા જાય છે, જેને કેન્દ્રની ભાજપ સરકાર લગામ મારી શક્તિ નથી. વહીવટમાં નિષ્ફળ ગયેલી સરકાર કોઈ નક્કર પગલાં લેવાના બદલે આંતરરાષ્ટ્રીય બજાર ના ભાવના બહાના હેઠળ પેટ્રોલ-ડીઝલના ભાવને અંકુશમાં રાખી નથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઉપર ૧૦૦ ટકા જેટલો ટેક્ષ લઈને પ્રજા પાસે પૈસા ખંખેરવાનું કામ કરે છે. જીવન જરૂરિયાતની વસ્તુ સીંગતેલ અનાજ ના ભાવ આસમાને છે. ત્યારે ખેડૂતોને કાચા માલના પોષણક્ષમ ભાવ મળતા નથી. આ સરકાર ના ભાવ વધારવા અંગે નું ગણિત સમજાતું નથી. ખેડૂતોને ખેત વપરાશ માટે ડીઝલથી ચાલતા વાહનો ટ્રેક્ટર, ઓઇલ એન્જિન, પંપ સેટ, થરેસર વગેરેમાં રોજ-બરોજ ડીઝલની જરૂર પડે છે. નાનામાં નાનો ખેડૂત અને મધ્યમ વર્ગ તથા ગરીબો, યુવાનો, ખેત મજૂરો અને બેરોજગારને પેટ્રોલ-ડીઝલના ભાવ ખૂબ જ આર્થિક રીતે નડે છે.