વડોદરા, તા.૧૬

 રાજ્ય સરકારનાં પ્રાથમિક શિક્ષણ નિયામક વિભાગનાં પરીપત્ર નો અમલ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ સંબંધિત શાળાઓને તાકીદ કરતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી જે તે વિધાર્થી પુર્વ પ્રાથમિક શિક્ષણ પુર્ણ કરી ઘોરણ ૧માં પ્રવેશ મેળવવા કાર્યવાહી કરે ત્યારે ૧ જુન નારોજ ૬ વષર્ની ઉંમરથી ઓછી હશે તો તે વિધાર્થી બાળકને પ્રવેશ મળી શકશે નહી. ત્યારે આ પરિપત્ર ને લઇને શહેરનાં વાલીઓમાં નારાજગી જાેવા મળી રહી છે. અને રાજ્ય સરકારનાં આ પરિપત્રનો વિરોધ કરી રહ્યા છે.

શહેરનાં કેટલીક શાળાઓમાં જે વિધાર્થી બાળકોએ ૧ જુને ૬ વર્ષ પુર્ણ કર્યા નથી તેવા બાળકને પ્રવેશ આપવા અનેક શાળાઓએ ઇન્કાર કરી દીધો છે.

જેથી વાલીઓએ રાજ્ય સરકારનાં પરિપત્રને લઇને જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરી હતી.

રાજય સરકારનાં પરીપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે કે જે વાલી પોતાના બાળકને પુર્વ પ્રાથમિક શિક્ષણ અપાવવા માંગતા હોયતો, શિક્ષણ વિભાગનાં જાહેરનામાને ધ્યાંનમાં લઇને પોતાના બાળકને શાળામાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કે.જી. સીનયર કે.જી માં એવી રીતે પ્રવેશ લે કે જયારે તે બાળક પુર્વ પ્રાથમિક શિક્ષણ પુર્ણ કરે ત્યારે અને ઘોરણ ૧ માં પ્રવેશ લે ત્યારે તે બાળકની વય ૧ જુનનાં રોજ ૬ વર્ષ ઉમંર પુર્ણ થયેલ હોય. અને ૬ વર્ષ પુર્ણ થયેલ નહી હોય તો તે બાળકને પુન પુર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કરવો પડશે. અને જિલ્લા શિક્ષણ કચેરી, શાળા, અને વાલીઓ વચ્ચે સંધર્ષ ન થાય તે અંગે સંબધિત શાળાઓ ધ્યાંન રાખવા ખાસ તાદીક કરવામાં આવી છે.