સત્તા માટે અફઘાનિસ્તાનમાં નવી તાલિબાની સરકારમાં વિરોધ વંટોળ, જાણો કેમ
21, સપ્ટેમ્બર 2021

કાબુલ-

અફઘાનિસ્તાનમાં રાજ કરવા માટે અંદરો અંદર ઝઘડા થવાના શરૂ થઈ ગયા છે અખુંદજાદા વિશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હજી સુધી એ ખબર નથી પડી કે તે ક્યાં છે. તે ઘણાં સમયથી દેખાયો નથી અને ના તેણે કોઈ મેસેજ જાહેર કર્યો છે. આ સંજાેગોમાં એવો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે કે, અખુંદજાદાનું મોત થઈ ગયું છે. તાલિબાને આ પહેલાં સત્તા માટે આવો સંઘર્ષ ક્યારેય નથી જાેયો. તાલિબાન અને હક્કાની નેટવર્ક ૨૦૧૬માં એક થઈ ગયું હતું. બરાદરનો પ્રયત્ન હતો કે, તાલિબાન એક અલગ છબિ રજૂ કરે જેને દુનિયા માન્યતા આપે, જ્યારે હક્કાની નેટવર્ક આત્મઘાતી હુમલાનો પ્રોત્સાહન આપે છે. અફઘાનિસ્તાનમાં શરમાર્થિઓના મંત્રી ખલીલ હક્કાનીને સંયુક્ત રાષ્ટ્રમાં પોતાની આતંકીઓની યાદીમાં સામેલ કર્યા છે. એક મુદ્દો એવો પણ છે કે, હક્કાનીનું સીધુ કનેક્શન પાકિસ્તાન સાથે છે.

પાકિસ્તાન પણ તાલિબાન સરકારમાં હક્કાનીનો દબદબો ઈચ્છે છે જેથી તેના માટે પોતાના હેતુને પૂરો કરવો સરળ રહે.અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા પછી તાલિબાનોની અંદર જ ફાટફૂટ પડી ગઈ છે. બ્રિટનના એક મેગેઝીને દાવો કર્યો છે કે, ખુરશીની લડાઈ માટે તાલિબાનના સર્વેસર્વા હિબતુલ્લાહ અખુંદજાદાની હત્યા કરવામાં આવી છે અને નાયબ વડાપ્રધાન મુલ્લા બરાદરને બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. સત્તા માટે આ સંઘર્ષ તાલિબાનના જ બે ગ્રૂપ હક્કાની નેટવર્ક અને તાલિબાન વચ્ચે થઈ રહ્યો છે. મેગેઝિન દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ઝઘડામાં સૌથી વધારે નુકસાન મુલ્લાહ બરાદરનું થયું છે. સપ્ટેમ્બરમાં તાલિબાનના બંને જૂથ વચ્ચે બેઠક થઈ હતી. આ દરમિયાન એક વખત એવું પણ થયું કે, જ્યારે હક્કાની નેતા ખલીલ-ઉલ રહેમાન હક્કાની તેની ખુરશી પરથી ઉભો થયો અને તેણે બરાદરને મુક્કા મારવાનું શરૂ કરી દીધું હતું. બરાદર સતત તાલિબાન સરકારની કેબિનેટમાં બિન-તાલીબાની અને અલ્પસંખ્યકોને જગ્યા આપવા માટે દબાણ કરી રહ્યો હતો. જેથી દુનિયાના અન્ય દેશ તાલિબાન સરકારને માન્યતા આપે. આ ઝપાઝપી પછી થોડા દિવસો માટે બરાદર થોડા દિવસો માટે ગુમ થઈ ગયો હતો અને થોડા સમય પછી તે કંધારમાં જાેવા મળ્યો હતો. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે બરાદરે આદિવાસી નેતાઓ સાથે મુલાકાત કરી, જેનું સમર્થન પણ તેને મળ્યું હતું. જાેકે બરાદર પર પ્રેશર નાખીને તેની પાસે વીડિયો મેસેજ બનાવવામાં આવ્યો હતો. મેગેઝિને દાવો કર્યો હતો કે, આ વીડિયોમાં એવુ લાગતું હતું કે બરાદરને બંધક બનાવવામાં આવ્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution