યુરોપિયન સ્પેસ એજન્સીના ઓર્બિટરે વાયુમંડળમાં ઓÂક્સજનની શોધ કરી..!!!
18, જુન 2020

લંડન,તા.૧૭ 

મંગળ ગ્રહ પર જીવન છે કે નહીં, આ સવાલનો જવાબ મળતા હજુ વધું સમય લાગી શકે છે. પરંતુ વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહથી સંબંધીત એક ખૂબ જ મહત્વની માહિતી મળી છે. માહિતી મુજબ વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર ઓÂક્સજનના પુરાવા મળ્યા છે. યુરોપિયન સ્પેસ એજન્સીના ઓર્બિટરે મંગળના વાયુમંડળમાં ઓÂક્સજનની શોધ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.રિપોર્ટ મુજબ એસ્ટ્રોનોમર્સે લગભગ ૪૦ વર્ષથી ઓÂક્સજનની હાજરી હોવાનો મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. પરંતુ પહેલીવાર આના પુરાવા મળતા વૈજ્ઞાનિકો ઘણા ખુશ છે. ઓર્બિટર ઈર્ટસ્ટ્ઠજિ ્‌ટ્ઠિષ્ઠીહ્વિૈંિ (્‌ર્ય્ં) છેલ્લા ચાર વર્ષથી મંગળની પરિક્રમા કરી રહ્યો છે અને પ્રથમ વખત લીલા રંગમાં ઓÂક્સજન ઝગમગતો જાવા મળ્યો છે. તે સૂર્યની કિરણોની હવામાં હાજર એલિમેન્ટ્‌સથી મળીને ઉત્પન્ન થાય છે. માહિતી મુજબ આપણા સોલર સિસ્ટમમાં બીજા કોઈ ગ્રહ પર એવી કોઈ ચમકતી વસ્તુ દેખાઈ નથી. પૃથ્વી પર પણ રાતે એવી જ ચમકતી વસ્તું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી જાઈ શકાય છે. પરંતુ તે મંગળની ચમકથી હળવી હોય છે. અભ્યાસના લેખક જીન-ક્લોડ જેરાર્ડે જણાવ્યું કે,‘પૃથ્વી પર સૌથી તેજસ્વી પ્રકાશ રાતે જાવા મળે છે. ઓÂક્સજન એટમ એક ખાસ વેવલેંથ એમિટ કરે છે. જે કોઈ અન્ય ગ્રહ પર દેખાતો નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution