લીમખેડા જનસેવા કેન્દ્રના નવીનીકરણમાં ભ્રષ્ટાચાર મુદ્દે તપાસના આદેશ
13, જુલાઈ 2021

લીમખેડા, દાહોદ જિલ્લાના લીમખેડા મામલતદાર કચેરીમા એક રુમમા ૧૨ લાખનો ખર્ચ બતાવી મોડેલ જનસેવા કેન્દ્ર તૈયાર કરવામા આવતા ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત થતા જીલ્લા કલેક્ટરે લીમખેડા પ્રાંત અધિકારીને તપાસ સોંપતા ભ્રષ્ટાચારીઓમા ફફડાટ ફેલાયો હતો. લીમખેડા મામલતદાર કચેરીમાં કાર્યરત જનસેવા કેન્દ્રમાં આવતા લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા સંપુર્ણ સુવિધાઓથી સજ્જ મોડેલ જનસેવા કેન્દ્ર બનાવવા માટે રૂપિયા ૧૨ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામા આવી હતી, મોડેલ જનસેવા કેન્દ્ર માટે ફાળવેલ ગ્રાન્ટ દાહોદ કલેક્ટર દ્વારા લીમખેડા માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ ને હવાલે મુકી લીમખેડા મામલતદાર કચેરીમા મોડેલ જનસેવા કેન્દ્રનું નિર્માણ કરવાની કામગીરી સોપવામા આવી હતી, પરંતુ લીમખેડા માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ ના ના.કા.ઈ. દ્વારા આઠ મહિનાનો સમય વિતવા છતા કામગીરી પૂર્ણ કરવામા નહિ આવતા લીમખેડા મામલતદાર દ્વારા અનેકવાર લેખિત તેમજ મૌખિક સુચનાઓ આપવામા આવતા લીમખેડા માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ ના ના.કા.ઈ. કુંભકર્ણ નિદ્રામાથી જાગીને ફક્ત ખાના પુર્તિ કરવાના ઈરાદે મામલતદાર કચેરીમા આવેલ એક રુમમા, કલર, ફોલ સીલીગ, લાઈટ ફીટીગ, ખુરશીઓ અને કાઉન્ટર, દિવાલ ફેન લગાવી રુમમા અંદાજીત ચાર થી પાંચ લાખનો ખર્ચ કરી રુપીયા બાર લાખ નો ખર્ચ બતાવતા મોડેલ જનસેવા કેન્દ્ર ની કામગીરી મા ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાનુ જણાતા જેના સમાચાર દૈનિક ન્યૂઝ પેપર મા પ્રસિદ્ધ કરવામા આવ્યા હતા, દૈનિક પેપરમાં સમાચાર છપાતા જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર ભ્રષ્ટાચાર ની તટસ્થ તપાસનો આદેશ આપવામા આવ્યો હતો. જીલ્લા કલેક્ટર દ્વારા તપાસ ના આદેશ થતા જ લીમખેડાના આસિસ્ટન્ટ કલેક્ટર હરકતમા આવ્યા હતા અને સમગ્ર પ્રકરણ મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો, અને લીમખેડા મામલતદાર પાસે મોડેલ જનસેવા કેન્દ્ર બાબતે વિગતો મેળવી હતી, હાલ તો આસિસ્ટન્ટ કલેક્ટર સમગ્ર પ્રકરણ મામલે ઝીણવભરી તપાસ ચલાવી રહ્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ત્યારે હવે તપાસ પુર્ણ થયા બાદ લીમખેડા આસિસ્ટન્ટ કલેક્ટર દ્રારા જીલ્લા કલેક્ટરને તપાસણીનો વિસ્તૃત અહેવાલ મોકલવામા આવશે તેવુ જાણવા મળી રહ્યુ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution