ભરૂચ,  તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં યાંત્રિક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ મુકવા આદેશ કરેલ છે. બંદર અને મત્સોદ્યોગ વિભાગ, ગાંધીનગરના નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિ સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય જાહેરક્ષેત્રમાં માછીમારી ઉપકરણો બેસાડેલ એન્જીન, સ્ટેઈક નેટસ, બેરિયર્સ વિગેરે અથવા એવી કોઈ રચના ઉભી કરી શકાશે નહી તે મતલબની પણ જાેગવાઈ છે. આમ, ઉક્ત જાેગવાઈથી બોટ તેમજ યાંત્રિક બોટ દ્વારા થતી માછીમારી ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલ છે. તેમજ ક્લોઝ-૬(૮)(એફ) થી (૧) ટોર ટોર (૨) હિલ્સા તથા (૩) રોઝનબર્ગી માછલી અને ઝીંગાની પ્રજાતિઓને અલગ જૈવિક લાક્ષણિકતાઓને કારણે સંરક્ષિત રાખવામાં આવેલ છે. ચોમાસાની સીઝનમાં મોટા પ્રમાણમાં હિલ્સા માછલી પ્રજનન માટે દરીયાના પાણીથી ઓછી ખારાશવાળા નદીના મીઠા પાણીવાળા વિસ્તાર તરફ આવતી હોય છે. હિલ્સા માછલી જૈવિક લાક્ષણિકતા ધરાવે છે અને ખૂબ જ ઓછા જળાશયોમાં તે ઉપલબ્ધ થાય છે. જેથી ઉક્ત જણાવેલ પ્રતિબંધ અમલમાં હોવા છતાં ઘણા માછીમારો દ્વારા ભરૂચ જિલ્લામાંથીએ પસાર થતી નર્મદા નદીમાં બોટ તથા યાંત્રિક બોટથી માછીમારી કરવામાં આવે છે, તેમજ અનુભવે જણાયેલ છે