બંગાળમાં ચૂંટણી બાદની રાજકીય હિંસાની તપાસ CBI સોંપવા આદેશ
20, ઓગ્સ્ટ 2021

દિલ્હી-

બંગાળમાં ચૂંટણી બાદ રાજકીય હિંસા અને ખાસ કરીને ભાજપના કાર્યકરોને ટાર્ગેટ બનાવવાનો સિલસિલો ચાલુ જ છે ત્યારે હવે કોલકાતા હાઈકોર્ટે આ બાબતની ગંભીર નોંધ લીધી છે.હાઈકોર્ટે ચૂંટણી બાદ જેટલી પણ રેપ અને મર્ડરની ઘટનાઓ બની છે તેની તપાસ સીબીઆઈને સોંપવા માટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.જાેકે આ સિવાય હિંસાના બીજા મામલાની તપાસ હાઈ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી એક વિશેષ ટીમ દ્વારા કરવામાં આવશે.

અદાલતે પશ્ચિમ બંગાળની સરકારને તપાસમાં સીબીઆઈને તમામ પ્રકારની મદદ કરવાનો પણ આદેશ આપ્યો છે.હાઈકોર્ટે જે આદેશ આપ્યો છે તેમાં કહેવામાં આવ્યુ છે કે, અદાલત દ્વારા બનાવાયેલી ટીમ મામલાઓની તપાસ કરશે.જેમાં ડીજી રેન્કના એક અધિકારી અને બીજા બે અધિકારી હશે.આ ટીમને રિપોર્ટ કોર્ટને સોંપવા માટે આદેશ અપાયો છે અને એ પછી આગળની સુનાવણી ચાર ઓક્ટોબરે થશે. સાથે સાથે કોર્ટના નિર્દેશ વગર કોઈની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તેમજ જે પિડિતો છે તેમને બેન્ક એકાઉન્ટમાં સીધુ વળતર અપાશે.સરકારની તમામ એજન્સીઓએ તપાસમાં મદદ કરવાની રહેશે .

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution