28, મે 2021
લુણાવાડા, મહીસાગર જિલ્લા ની લુણાવાડા નગરપાલિકા આમ તો હંમેશા કોઈ ને કોઈ વિવાદો માં રહે જ છે. અને આ વિવાદો લુણાવાડા નગરપાલિકા નું જાણે ઘર જ બની ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત વર્ષે જયારે લુણાવાડા નગરપાલિકા ની ચૂંટણી સમયેજ પક્ષપલટો અને એકબીજા ઉપર આક્ષેપો નો જાણે વરસાદ વર્ષતો હોઈ તેવો માહોલ સર્જાયો હતો ત્યાર થી જ લુણાવાડા નગરપાલિકા ના કર્યો અને વહીવટ બાબતે કોઈ ને કોઈ કારણોસર આક્ષેપ પ્રતિઆક્ષેપ થતા રહ્યા છે આજ રોજ મળતી માહિતી અનુસાર અરજદાર પ્રીતીબેન ઉમેશકુમાર સોની, સદસ્ય લુણાવાડા નગરપાલિકા ની વિવાદ અરજી નં-૧ ૨/૨૦૨૦ ગ્રાહ્ય રાખીને ગુજરાતનો, પક્ષાંતર બદલ સ્થાનિક સત્તા મંડળોનાં સભ્યોને ગેરલાયક ઠરાવવાની જાેગવાઈ કરતો અધિનિયમ -૧૯૮૬ અને તે હેઠળ બનાવવા માં આવેલ નિ ય મો ૧૯૮૭ ના નિયમ (૮) ની જાેગવાઈ અન્વયે લુણાવાડા નગરપાલિકાના સામાવાળા ઓ ક મ (૧) થી (૩) ભા.જ.પક્ષના નિશાન ઉપર ચુંટાયેલ સભ્ય હોવાછતાં સામાવાળા ક મ (૧) પરના હીનાબેન મુકેશકુમાર ભોઇએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના નિશાન ઉપર ચુંટાયેલા બ્રિન્દાબેન નિલાંજ કુ મા ર શુકલ ના ઉમેદવારી પત્ર માં ટેકો આપનાર તરીકે સહી કરીને, તેમજ સામાવાળા કમ (૧) પરના હીનાબેન મુકેશકુમાર ભોઇ, ક્રમ (૨)પરના જયશ્રીબેન નરેન્દ્રકુમાર ડાભી અને ક્રમ (૩) પરના કેતન કુમાર ફુલાભાઈ ડોડીયાર એ વ્હીપની બજવણી થયેલ હોવા છતાં લુણાવાડા નગર પાલિકા ની પ્રમુખ ની ચુંટણીની તા.૨૪/૦૮/૨૦૨૦ ની સામાન્ય સભામાં ભા.જ.પક્ષના મેન્ડેટ (હીપ) વિરૂધ્ધ વિરોધપક્ષના ઉમેદવારની તરફેણમાં વ્હીપ (આદેશ) ની વિરૂધ્ધ મતદાન કરી, પક્ષ વિરોધી પ્રવૃતિનું આવુ કૃત્ય કરીને આવું વર્તન આચરીને તેઓએ પોતાનો મૂળ રાજકીય પક્ષ ભા જ પક્ષ સ્વ ચ્છાએ છોડી દીધેલ હોવાનું પુરવાર થતા આ અંગેનું આવું વર્તન) લક્ષગત કરતાં તેમજ પોતાના રાજકીય પક્ષનું સભ્યપદ સ્વ ચ્છાએ છોડી દીધેલ હોય તેમ પુરવાર થતા આ અંગેનું આવું વર્તન) લક્ષગત કરતાં સામાવાળા મ (૧) હીનાબેન મુકેશ કુમાર ભોઇ, કે મ (૨) જયબેન નરેન્દ્રકુમાર ડાભી અને ક્રમ (૩) કેતનકુમાર ફુલાભાઈ ડોડીયાર (૪) બ્રિન્દા બેન નીલાજ કુમાર શુકલને લુણાવાડા નગરપાલિકા ના સભ્ય તરીકે ગેરલાયક (ઠરાવવા શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા હુકમ થતા હાલ કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ એવા મીનાબેન પંડ્યા પ્રમુખનો ચાર્જ સંભાળી લીધેલો છે. હવે આ બાબતે ભાજપ અને કોંગ્રેસ બંને મરણિયો પ્રયાસ કરી રહ્યા છે પહેલા પણ ભાજપના મોઢામાં આવેલો કોળિયો છીણવાઇ ગયો હતો હવે જાેવાનું રહ્યું કે લુણાવાડા નગરપાલિકા ની સત્તા કોણ બાજી મારશે ?? આ સમગ્ર ઘટના થી લુણાવાડા માં કુતુહલની સાથે ચર્ચા નો વિષય બન્યો છે અને સાથે લુણાવાડા નું રાજકારણ પણ ગરમાયું છે