વડોદરા, તા. ૨૦

બાળકોમાં રહેલ વિવિધ ક્રિએટીવીટી તેમજ તેમની માનસિકતા અને વિચારોને જાણવા માટે કાંતિ રાણાના હોબી સેન્ટરમાં પાંચ થી પંદર વર્ષની ઉંમરના બાળકો માટે દિવાલ પર ચિત્રકામ કરવા માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઈને દિવાલો પર ચિત્રકામ કર્યું હતું. જેમાં ઉંમર અનુસાર વિજેતાઓની જાહેરાત કરી હતી. અલકાપુરી ખાતેે આવેલ કાંતિ રાણાના હોબી સેન્ટર ખાતે કોરોના કાળ દરમ્યાન બાળકોના મગજ પર થયેલી અસરો વિશે તેમજ બાળકોને દિવાલ પર વિવિધ કલરોથી ચિતરવા માટેની ઈચ્છાને પરીપૂર્ણ કરવા માટે વોલ પેઈન્ટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૭ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ૫ થી ૯ વર્ષની ઉંમરના બાળકોમાંથી ૮ બાળકો વિજેતા બન્યા હતા. જયારે ૧૦ થી ૧૫ વર્ષની ઉંમરના ચાર બાળકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.