27, ઓગ્સ્ટ 2021
ઈડર-
તલકચંદ મ્યાચંદ શાહ મહિલા આર્ટ્સ કૉલેજ ઇડરમાં તારીખ ૨૩-૦૮-૨૧ થી 26-૦૮-૨૧ સુધી સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. તારીખ ૨૩-૦૮-૨૧ ના રોજ સંસ્કૃત-સંસ્કૃતિ સામાન્ય જ્ઞાન પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ ક્રમે પરમાર ભૂમિકા પી. અને ઠાકરડા સજન જે રહ્યા હતા.
તારીખ ૨૪-૦૮-૨૧ ના રોજ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉ. અરવિંદ પટેલે ભગવદગીતા અને મેનેજમેન્ટ વિષય ઉપર મનનીય વ્યાખ્યાન આપ્યું હતું, વ્યાખ્યાનના અંતે તેમણે ગીતા ઉપર વિવિધ ઉદાહરણો ટાંકી સંસ્કૃત છાત્રાઓને કહ્યું હતું કે ગીતા માનવજીવનની માર્ગદર્શિકા છે તે અનુસાર જીવન સાર્થક થાય છે
તારીખ ૨૫-૦૮-૨૧ના રોજ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીમદ ભગવદ ગીતાના વિવિધ વિષયો લઈને વકતૃત્વ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાને અંતે કોલેજના આચાર્યા ડૉ. મનીષાબેન દવે સંસ્કૃત દિનની બધાને શુભેચ્છાઓ પાઠવી હતી અને ગીતાના જીવન દર્શન ઉપર વાત કરી હતી,
તારીખ ૨૬-૦૮-૨૧ ના રોજ શ્લોકગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં વિદ્યાર્થીનીઓએ ગીતા, શિવમહિમ્ન સ્ત્રોત્ર , શિવતાંડવ સ્ત્રોત્ર, બીલ્વાષ્ટકમ સ્ત્રોત્રવગેરે અનેક કૃતિઓના શ્લોકો રજુ કર્યા હતા. સંસ્કૃત સપ્તાહ ઉજવણીના અંતે ઓડીઓ-વિઝુઅલ દ્વારા વિવિધ સ્ત્રોત્રોનું રસપાન કરાવ્યું હતું પંચતંત્રની અને હિતોપદેશની નાનકડી વાર્તાઓ સંસ્કૃતમાં રજૂ કરવામાં આવી હતી ફિલ્મ ગીતો સંસ્કૃત ભાષામાં રજૂ કરવામાં આવ્યા હતા તે સાંભળીને મંત્રમુગ્ધ થઇ હતી આ કાર્યક્રમોમાં ગુજરાતી વિભાગના ડૉ. સવિતાબેન ચૌધરી અને મોનિકા ભટ્ટે માર્ગદર્શન આપ્યું હતું આ સંસ્કૃત સપ્તાહના કાર્યક્રમોનું આયોજન ડૉ. અરવિંદભાઈ પટેલ અને ડૉ. દક્ષાબેન જોશીએ કર્યું હતું.