આણંદ : આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં રાજકીય ચહલપહલ શરૂ થઈ ગઈ છે. જાહેરનામું પ્રસિદ્ધ થતાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ જશે, પણ એ પહેલાં ટિકિટ કપાવાના ડરે સત્તાધારી ભાજપમાં ખેંચતાણ જાેવાં મળી રહી છે. ટિકિટ કપાવાના ડરે ભાજપના જૂનાં જાેગીઓ કંઈક એવું કહેતાં જાેવાં મળ્યાં હતાં કે, અમારાં @#*/%#@$થી પાલિકામાં સત્તાના દિવા સળગે છે! શાસન દરમિયાન ઉપર સુધી સાચવ્યાં છે, ટિકિટ તો કાપે?  

સૂત્રોનું કહેવું છે કે, આ વખતે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલે ચાર્જ સંભાળ્યાં બાદ તેની અસર આણંદમાં પણ જાેવાં મળી હતી. આણંદમાં પણ ભાજપ સંગઠનના માળખામાં મોટાં ફેરફારો જાેવાં મળ્યાં છે. એવું મનાઈ રહ્યું છે કે, આ વખતે ભાજપ મોવડી મંડળ દ્વારા વર્ષોથી ચૂંટાતા કાઉન્સિલરોની જગ્યાએ નવાં યુવકોને તક આપવાનું વિચારી રહી છે. આ વખતના આણંદ પાલિકાના જંગમાં વકરેલાં ભ્રષ્ટાચારને કારણે ભાજપમાં મોટાપાયે નો રિપીટ થીયરી અપનાવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન પાલિકામાં એકહથ્થંુ શાસન કરનારાઓની ટિકિટ મુદ્દે અવઢવની સ્થિતિ સર્જાઈ છે. જેનાં પગલે આજે પાલિકા સંકુલમાં પોતાનો બળાપો રજૂ કરતાં એક ભાજપી નેતાએ હૈયાં વરાળ ઠાલવતાં એવો લવારો કર્યો હતો કે, @#*/%#@$થી આણંદ પાલિકામાં સત્તાના દિવા સળગે છે! શાસન દરમિયાન ઉપર સુધી સાચવ્યાં છે, ટિકિટ કાપી બતાવે પછી જાેઇએ છીએ, કેવું ભાજપનંુ શાસન રચાય છે? આ પ્રકારના નિવેદન કરનારાં આ નેતાં આણંદમાં પોતાને ભાજપના સર્વેસર્વા સમજી રહ્યાંનું કહેવાય છે.

વર્ષ ૨૦૦૦ મિલેનિયમ વર્ષમાં પહેલી વખત તે સમયના ભાજના એક નેતાની રાજકીય કુનેહના કારણે આણંદપાલિકામાં ભાજપે શાસન મેળવ્યું હતું. ત્યારબાદ બે દાયકાથી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હોવાથી ભાજપનું શાસન આણંદમાં ટકી શક્યું હતું. જે-તે સમયે કેટલાંક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જાેડાઈને પાલિકામાં ટિકિટ મેળવી સત્તામાં આવ્યાં હતાં. બીજી બાજુ મૂળ ભાજપના સાઇડલાઇન કરવાના ખેલ થયાં હતાં.

જાેકે, એક એવો પણ ગણગણાટ છે કે, છેલ્લાં દાયકામાં આણંદ પાલિકામાં તળીયાથી નળીયા સુધી પોતાના ચોકા રચી ભ્રષ્ટાચાર વકરવા પામતા આ વખતે ભાજપ દ્વારા મોટાપાયે નો રીપિટ થીયરી અપનાવવામાં આવે તેવી શક્યતા જાેવામાં આવી રહી છે. અગાઉ વિધાનસભા જંગમાં અને ત્યારબાદ લોકસભા જંગમાં કેટલાંક ભાજપના નેતાઓએ પક્ષ વિરુદ્ધ પડદા પાછળ વિપક્ષને જીતાડવા શકુની ખેલ રચ્યો હતો, જેની પ્રદેશ સુધી રજૂઆત કરવામાં આવી હતી. હિસાબ સરભર કરવાના ખેલ રચાવાની શક્યતા વચ્ચે આજે આણંદ પાલિકા સંકુલમાં પોતાની ટિકિટ કપાવાના ડરથી કે અન્ય કોઇકારણસર બળાપો કાઢતાં જાેવાં મળ્યાં હતાં.

ટિકિટ કપાવાના ડરથી બીજા વોર્ડમાં જગ્યા બનાવવા દોડધામ

સૂત્રોનું એમ પણ કહેવું છે કે, ટિકિટ કપાવાના ડરથી કેટલાંક ભાજપી નેતાઓએ અન્ય વોર્ડમાંથી ટિકિટ મેળવવા કવાયત હાથ ધરી છે. ઉપરાંત કેટલાંક નેતાઓ ગોડફાધરોના શરણે પહોંચ્યા હોવાની ચર્ચા પણ પક્ષમાં ઊઠવા પામી છે.