ભરૂચ

ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ કેટલાક સમયથી વિવાદમાં સપડાયું છે. એક તરફ પરમિશન લીધા વગર હાઈ માસ્ટ ફ્લેગ રૂપી ભારતનો ઝંડો લહેરાવવામાં આવ્યો હતો. જેથી પરમિશન વગર લહેરાતા ભારતના ઝંડાને લહેરાવવો એ ગેરકાયદેસર કહી શકાય તેવા આક્ષેપો સાથે જાગૃત નાગરિક દ્વારા વિરોધ કરાયો હતો. જોકે સ્થાનિક નેતાગીરી આ બાબતે જાણે અજાણ હોય તેમ મુકપ્રેક્ષક બની બેઠી છે. ત્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વધુ એક વિવાદ વકર્યો હતો. પાલિકા હોસ્ટેલ ગ્રાઉન્ડની કમ્પાઉન્ડ વોલ ઉપર ભીતચિત્ર દોરવાનો કોન્ટ્રકટર આપ્યો હતો. ભીતચિત્રમાં ભારતના નકશામાંથી ઉત્તર ભારત એટલે કે કાશ્મીરનો ભાગ જ આખો છેડ કરવામાં આવ્યો હતો. અખન્ડ ભારતના ચિત્રમાં ભારતના નકશામાંથી કોઈપણ રાજ્ય કે વિસ્તારનો છેડ કરવો તે ભારતીય બંધારણ મુજબ ગેરલાયક ઠરે છે. જોકે આ બાબતે જાગૃત નાગરિક સેજલ દેસાઈ દ્વારા પૂછવામાં આવતા ભીતચિત્ર બનવતા ચિત્રકારને પૂછવામાં આવતાં જણાવ્યું હતું કે, અમને કોન્ટ્રકટ આપવામાં આવ્યો છે અને આ ચિત્રો બાબતે જે નગરપાલિકા નિર્દેશ કરે અમે તે પ્રમાણે જ ચિત્ર બનાવીએ છે. ત્યારે નગરપાલિકાના કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર ઉપસ્થિત ન હતો.