દાહોદમાં નાના તિરંગા કચરા ભેગા જાેવા મળતા શહેરીજનોમાં રોષ
21, માર્ચ 2021

દાહોદ

દાહોદમાં નાના તિરંગા કચરા ભેગા જાેવા મળતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે કારણ કે દેશભક્તિ નો દેખાવ કરવાને સમયે જે રાષ્ટ્ર ધ્વજ ઠેરઠેર લગાવાય છે તેની ગરિમા જે તે પર્વ પછી જાળવવી જરૂરી છે ત્યારે આવી રીતે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાઓને શોધી ને તેમને સબક શીખવવો જરૂરી બન્યો છે જ્યારે જ્યારે રાષ્ટ્રીય તહેવારો આવે ત્યારે ત્યારે દેશભક્તિ ના દાખલા ઠેરઠેર જાેવા મળતા હોય છે રાજકીય પક્ષોના નેતાઓ પણ ખાદીના વસ્ત્રોમાં સુસજ્જ થઈને તિરંગાના બ્રોચ લગાવીને ફરતા જાેવા મળે છે ત્યારે વાહનો અને દુકાનો તેમજ મોટા શોરૂમ મા પણ હવે તિરંગા અને તિરંગાના ત્રણ રંગ વાળા ફુગ્ગા લગાવવાની જાણે ફેશન થઈ ગઈ છે જેથી ગ્રાહકોને આકર્ષવા પૂરતી જ આવી દેશભક્તિ વેપાર વધારવાનું માધ્યમ બની ગઈ છે. તેમ કહેવું વધારે પડતું નથી બીજી તરફ રાષ્ટ્રીય પર્વો ગયા બાદ લોકોની દેશભક્તિ જાણે ભુલાઈ ગઈ હોય તેમ જણાય છે કારણકે ફરી પાછા બધા પોતપોતાની પળોજણમાં લાગી જતા હોય છે ત્યારે દેશભક્તિ જતાવ વા તે બતાવવા માટે ભારતની આન બાન અને શાન સમા જે તિરંગાને આપણે જે તે સ્થળે લગાવીએ છીએ તેને ઉતારીને તેની ગરિમા પ્રમાણે તેને વીંટી જાળવી મૂકવો તે તમામ ભારતીય ની નૈતિક ફરજ છે તેમ છતાં તેમાં ઘણી વખત બેદરકારી કરવામાં આવે છે આવીજ બેદરકારી ની એક ઘટના દાહોદ શહેરમાં બની છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution